હવે મહિલાઓને મળશે સસ્તા વ્યાજ દરે SBIની હોમ લોન, જાણો કેવી રીતે મળશે લાભ

હવે મહિલાઓને મળશે સસ્તા વ્યાજ દરે SBIની હોમ લોન, જાણો કેવી રીતે મળશે લાભ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કે જે જાહેર ક્ષેત્રની બેંક છે તે તેના ગ્રાહકોને ઓછા વ્યાજ દરે હોમ લોન ઓફર કરી રહી છે. SBI અનુસાર, જો લોન લેનાર મહિલા છે, તો તે અન્ય લાભો સિવાય છૂટનો લાભ પણ લઈ શકે છે. એટલે કે તેને ઓછા વ્યાજ દરે લોન મળશે. આ હોમ લોન ક્રેડિટ સ્કોર સાથે જોડાયેલી છે. આનો અર્થ એ છે કે તમારો ક્રેડિટ સ્કોર જેટલો સારો હશે, લોનની રકમ વધારે તેટલી હશે.

SBIએ ટ્વિટ દ્વારા આ જાણકારી આપી છે. બેંકે તેના ઓફિશિયલ હેન્ડલ પર એક ટ્વિટમાં કહ્યું કે SBI હોમ લોન સાથે તમારા સપનાનું ઘર મેળવો. 18 વર્ષથી 70 વર્ષની વચ્ચેના લોકો લોન લઈ શકે છે. SBI ની નિયમિત હોમ લોનમાં Flexipay, NRI હોમ લોન, નોન-સેલેરી માટે લોન, ડિફરન્શિયલ ઑફરિંગ, પ્રિવિલેજ, શૌર્ય અને અપના ઘરનો સમાવેશ થાય છે.

શરતો..
રહેવાસી: ભારતીય
ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
મહત્તમ ઉંમર: 70 વર્ષ
લોનની મુદત: 30 વર્ષ

નવા વ્યાજ દરો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વાર્ષિક 6.65 ટકાના દરે હોમ લોન ઓફર કરે છે.

ફાયદા..
હોમ લોન દરેક ગ્રાહકની જરૂરિયાતોને અનુરૂપ હોય છે. તેના ઘણા ફાયદા છે
-> ઓછા વ્યાજ દર
-> ઓછી પ્રોસેસિંગ ફી
-> કોઈ પરોક્ષ ફી નથી
-> કોઈ પ્રીપેમેન્ટ ચાર્જ નથી
-> કોઈ છુપાયેલા ચાર્જ નથી
-> લોન 30 વર્ષ સુધી ચૂકવી શકાય છે
-> હોમ લોન ઓવરડ્રાફ્ટ સ્વરૂપે પણ ઉપલબ્ધ છે
-> મહિલા ઘર ખરીદનાર માટે વ્યાજ દર ઓછો રહેશે