khissu

ચેતવણી / શું તમારું ખાતું પણ SBI બેંકમાં છે? તો જાણી લો ફટાફટ આ માહિતી, નહિતર ચૂકવવા પડશે 1,000 રૂપિયા

 SBI એ તેની નોટિસ બહાર પાડી છે કે સીબીઆઇનાં ગ્રાહકો વહેલામાં વહેલી તકે તેમના આધાર કાર્ડ અને PAN ને લિંક કરે. બેંકે કહ્યું કે આધાર કાર્ડ અને પાન કાર્ડ (PAN) લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. એટલે કે, 30 સપ્ટેમ્બર પહેલા આધાર અને પાન કાર્ડ લિંક કરવું જરૂરી છે. SBI એ વધુમાં કહ્યું કે જો ગ્રાહકો આ ન કરે તો ગ્રાહકને સીમલેસ બેન્કિંગ સેવાનો લાભ લઈ શકશે નહીં.

PAN ને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. જો તમે નિર્ધારિત સમયમાં PAN ને આધાર સાથે લિંક નહીં કરો, તો તમારું પાન કાર્ડ બંધ થઈ જશે.  આવકવેરાએ પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. સીબીડીટી અનુસાર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ અગાઉ 30 જૂન હતી. પરંતુ બાદમાં તેને લંબાવવામાં આવી છે.

જો તમે તમારા પાનકાર્ડને આધાર સાથે લિંક નથી કર્યુ તો કલમ 234H હેઠળ તમને વધુમાં વધુ 1,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. એટલા માટે તમામ બેન્કો પોતાના ગ્રાહકોને આધારને PAN સાથે લિંક કરવાની સલાહ આપી રહી છે

આધાર અને PAN ને બે રીતે લિંક કરી શકાય છે. તમે એસએમએસ દ્વારા અથવા ઈન્કમટેકસ વિભાગની વેબસાઇટ પર જઈને બંને કાર્ડને લિંક કરી શકો છો. તમે SMS દ્વારા પણ તમારા PAN ને આધાર સાથે લિંક કરી શકો છો. આ માટે તમારે તમારા SMS બોક્સમાં UIDPN કેપિટલ લેટરમાં લખવું પડશે. ત્યાર બાદ સ્પેસ મૂકીને તમારો 12 અંકનો આધાર નંબર લખો અને પછી સ્પેસ મૂકીને 10 અંકનો પાન નંબર લખો. આ SMS 567678 અથવા 56161 પર મોકલો