khissu

રાજ્યમાં ધુળેટી ઉજવવા પર પ્રતિબંધ, આ વર્ષે નહીં ઉજવાય ધુળેટી

ધૂળેટીની ઉજવણીને લઈને આવ્યા મોટા સમાચાર : હાલ જ ગુજરાતમાં કોરોના કેસ વધતા ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મુકવાના અહેવાલ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યાં છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતના મહાનગરપાલિકાના વિસ્તારમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે મુજબ ક્લબ, ફાર્મ હાઉસ કે પાર્ટી પ્લોટમાં ધૂળેટીની ઉજવણી નહીં થઈ શકે.

અમદાવાદ શહેરની બે નામાંકિત બે કલબોએ લીધો મહત્વનો નિર્ણય : વધતાં જતાં કેસોને ધ્યાને લઈને અમદાવાદ શહેરની બે નામાંકિત કલબોએ આ વર્ષે ધુળેટી નહીં ઉજવવાનો નિર્ણય લીધો. અમદાવાદની રાજપથ અને કર્ણાવતી કલબે કોરોના સંક્રમણને કારણે આ વર્ષે ધુળેટી નહીં ઉજવવાનો નિર્ણય લીધો.

રાજ્યની ચાર મહાનગરપાલિકાઓમાં નહીં ઉજવાય ધુળેટીનો તહેવાર : સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં ઉજવાતા ધુળેટીના તહેવારને આ વર્ષે નહીં ઉજવી શકાય. રાજ્યની ચાર મહાનગરપાલિકાઓ રાજકોટ, સુરત, અમદાવાદ અને વડોદરામાં ધૂળેટીની ઉજવણીને લઈને પ્રતિબંધ લાદવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી આ અંગે ચર્ચા : ગઈ કાલે જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ અને ચાર મહાનગરપાલિકાઓના મુન્સિપલ કમિસશ્નર તથા જિલ્લા કલેકટર સાથે સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને આ અંગે ચર્ચા પણ કરી હતી.

જેમાં ચાર મહાનગરપાલિકાઓને સંપૂર્ણ રીતે ધુળેટી યોજવા પર પ્રતિબંધ મૂકવાની શક્યતાઓ દર્શાવાઇ રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ક્લબ હાઉસ, સોસાયટીઓ કે ખુલ્લા રસ્તાઓ ઉપરાંત મેદાનો અને માર્ગો પર પણ રંગેથી રમવા પર પૂર્ણ રીતે પ્રતિબંધ લાદવામાં આવશે.