khissu

મગફળી કૌભાંડ ને લઈને જયેશ રાદડિયા નું નિવેદન

આજે ગાંધીનગરમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી જે દરમિયાન પુરવઠા મંત્રી જયેશ રાદડીયા એ જણાવ્યું છે કે હાલ મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. ઓપન બજારમાં મગફળીના સારા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યાર સુધીમાં 90 હજાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનું વેંચાણ કર્યું છે. જેમાં 850 કરોડ ની મગફળીની ખરીદી થઈ છે અને 550 કરોડની રકમ ખેડૂતોના ખાતા માં જમાં પણ થઈ ગઈ છે. હવે આગામી સમય માં તુવેર , ચણા અને રાયડા ની ખરીદી કરવામાં આવશે.

મગફળીની ખરીદી થઈ ગયા બાદ 3331 કટ્ટા ખરાબ નીકળતા રિજેક્ટ કરવામાં આવ્યાં.

જૂનાગઢ ખાતે મગફળી ની ખરીદી માં વિવાદ પણ સર્જાયો છે જેમાં ખરીદ કેન્દ્ર પર ખેડૂતો પાસે થી સારી ગુણવત્તા વાળી જ મગફળી ખરીદવામાં આવે છે. પરંતુ ગડું ખાતે આવેલા ગોડાઉન સુધી પહોંચતા મગફળી ને નબળી ગણાવી 3331 કટ્ટા રીજેક્ટ કરવામાં આવ્યાં જેમાં 400 જેટલા ખેડૂતોના પૈસા અટક્યા છે.

પુરવઠા મંત્રી જયેશ રાદડીયા એ મગફળીમાં થયેલા કૌભાંડ બાબતે જણાવ્યું કે નબળી મગફળી મુદ્દે તપાસ કરવામાં આવશે. 6 ટ્રક જેટલી નબળી ગુણવત્તા વાળી બોરીઓ પરત કરવામાં આવી છે. નાફેડ દ્વારા ચેકીંગ કરતા નબળી ગુણવત્તાની મગફળી મળી આવી. તમામ મગફળીનું રેન્ડમ ચેકીંગ કરાશે.