વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ઓળખાતું સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. અહીંથી દેશના ૬ રાજ્યોને રેલવે દ્વારા જોડવામાં આવશે. આ માટે કુલ ૮ ટ્રેન શરૂ કરવામાં આવશે.
આજે રવિવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ડિજિટલ માધ્યમ દ્વારા કેવડિયા રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેવડિયા રેલવે સ્ટેશન ઉપસ્થિત રહ્યા હતા.
કેવડિયા ખાતેથી ૬ રાજ્યોને જોડવામાં આવશે જેમાં ૮ ટ્રેન શરૂ કરવામાં આવશે. અમદાવાદ, દિલ્હી, ચેન્નાઇ, વારાણસી, દાદર, રેવા, પ્રતાપનગર વગેરે શહેરોને જોડવામાં આવશે. કેવડિયા ગ્રીન બિલ્ડીંગ સિર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે.
આ આઠ શહેરોમા શરૂ થનારી આઠ ટ્રેનો નું નામ નીચે મુજબ છે.
૧) કેવડિયા થી વારાણસી - મહામના એક્સપ્રેસ
૨) અમદાવાદ થી કેવડિયા - જનશતાબ્દી એક્સપ્રેસ
૩) દાદર થી કેવડિયા - દાદર-કેવડિયા એક્સપ્રેસ
૪) કેવડિયા થી હજરત નિઝામુદ્દીન - નિઝામુદ્દીન-કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ
૫) કેવડીયાથી રિવા - કેવડિયા-રિવા એક્સપ્રેસ
૬) ચેન્નાઇ થી કેવડિયા - ચેન્નાઇ-કેવડિયા એક્સપ્રેસ
૭) પ્રતાપનગર થી કેવડિયા - મેમૂ ટ્રેન (દૈનિક)
૮) કેવડિયા થી પ્રતાપનગર - મેમૂ ટ્રેન (દૈનિક)