આજકાલ સોશિયલ મીડિયામાં ઘોડાની ગતિ ની જેમ ખબર ફેલાઈ રહી છે જેમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષામાં પાસ થવા માત્ર ૨૩ ટકા હોવા જરૂરી છે. આવી ખબરો અવાર નવાર આવતી રેતી હોય છે પણ અમુક ખબરો એટલી વાઇરલ થઈ જાય છે જે ફેક હોવા છતાં સાચી લાગવા લાગે.
આ વાઇરલ થયેલી ખબર માં કહેવામાં આવ્યું છે કે કોરોનાના પ્રભાવને કારણે વિદ્યાર્થીઓના હિત માટે સરકારે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પાસ થવા ૩૩ ટકાથી ઘટાડીને ૨૩ ટકા માર્ક કરી દેવામાં આવ્યા છે. હવે વિદ્યાર્થી ૧૦૦ માંથી ૨૩ માર્ક લાવી પાસ થઈ શકશે. જોકે આ વાઇરલ ખબર ની જાંચ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા કરવામાં આવી જેમાં તેણે જણાવ્યું કે આ ન્યુઝ ફેક છે. આવી કોઈ જાહેરાત શિક્ષણમંત્રી દ્વારા કરવામાં આવી નથી.
પી આઈ બી ફેક્ટ ચેક કેન્દ્રીય સરકારની પોલિસી સ્કીમ, વિભાગો અને મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવાનું કામ કરે છે. સરકાર સાથે જોડાયેલી ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પી આઈ બી ફેક્ટ ચેક ની મદદ લઇ શકાય. આ માટે તમને શંકાસ્પદ લાગતી જાહેરાતનો સ્ક્રીનશોટ, ફેસબુક પોસ્ટ, ટ્વિટ વગેરે વોટ્સએપ્પ નંબર ૯૧૮૭૯૯૭૧૧૨૫૯ પર પીઆઈબી ફેક્ટ ચેકને મોકલી શકો છો.