કોરોના મહામારીમાં શાળા કોલેજો બંધ થઈ હતી જે હજી સુધી ખુલી નથી એવામાં લોકો વિચારી રહ્યા હતા કે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે પરંતુ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચડાસમાએ જણાવી દીધું કે માસ પ્રમોશન આપવામાં નહીં આવે આગામી દિવસો માં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમા વિદ્યાર્થીઓ ની પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓને જે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે તે મુજબ પરીક્ષા લેવામાં આવશે. જો કોરોના કારણે પૂરો અભ્યાસક્રમ ભણાવવામાં ન આવ્યો હોય તો જ્યાં સુધી અભ્યાસક્રમ ભણાવ્યો હોય તે મુજબ પરીક્ષા લેવાશે.
હાલ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડે જણાવ્યું કે ' મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ની પરીક્ષા માત્ર ઘણી મહેનત કરવામાં આવી રહી છે. જેમાં ૧૨માં ધોરણની પરીક્ષા ૧૫ એપ્રિલ બાદ યોજાશે અને ૧૦આ ધોરણની પરીક્ષા ૧લી મે પછી યોજાશે.'