હજી પણ વધારે ઠંડી પડવાની આગાહી, પ્રખ્યાત અંબાલાલ પટેલ ની આગાહી

હજી પણ વધારે ઠંડી પડવાની આગાહી, પ્રખ્યાત અંબાલાલ પટેલ ની આગાહી

પ્રખ્યાત આગાહીકાર અંબાલાલ પટેલ વિશે સૌ જાણતા જ હશે. હાલમાં જ તેઓએ શિયાળામાં ઠંડી માટે આગાહી કરી છે. જેમાં રાજ્યના મોટાભાગના ઠંડીનું પ્રમાણ વધશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન ૭ ડિગ્રી સેલ્શિયસ ની આસપાસ રહેશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર , મહેસાણા , પાટણ, સમી, પાલનપુર જેવા ભાગોમાં સખત ઠંડી પડવાની શક્યતા બતાવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢના કેટલાક ભાગોમાં પણ ઠંડી પડી શકે છે.

કચ્છના ભાગોમાં સખત ઠંડી પડશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં અંબાજી અને આબુ ના ભાગોમાં સખત ઠંડી ની રવિવાર થી શરૂ થઈ જશે. ગુજરાત માં અચાનક ઠંડી ની શરૂઆત થઈ છે. લોકો એ અચાનક જ સ્વેટર પહેરવાની ફરજ પડી છે અને હવે ક્રિસ્મસ ૨૮,૨૯ અને ૩૦ ડિસેમ્બર પછી હજી વધારે ઠંડી પડશે તેવી શક્યતા બતાવી છે.