હવે FDમાં રોકાણ ભૂલી જાવ, નવા વર્ષે આ 3 ક્ષેત્રમાં કરો રોકાણ, થઈ જશો માલામાલ

હવે FDમાં રોકાણ ભૂલી જાવ, નવા વર્ષે આ 3 ક્ષેત્રમાં કરો રોકાણ, થઈ જશો માલામાલ

આપણા બાપ દાદા હંમેશા કહેતા હોય છે કે બચત કરવી જોઈએ. વર્ષોથી બચત ખાતું એ રોકાણની પરંપરાગત રીત છે. જ્યારે સ્ટોક, આઈપીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાં રોકાણ એ આજના નવા જમાનની બચત યોજનાઓ છે. નોંધનિય છે કે, મ્યુચ્યુઅલ ફંડ્સે વર્ષ 2021માં તેમની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)માં રૂ. 7 લાખ કરોડનો વધારો કર્યો. તો બીજી તરફ ભારતીય કંપનીઓએ આ વર્ષે ઇક્વિટી અને ડેટ દ્વારા રૂ. 9 લાખ કરોડથી વધુ એકત્ર કર્યા છે. જેથી હાલમાં લોકો આવી સ્કીમોમાં રોકાણ વધારી રહ્યા છે.

2021ના વર્ષમાં આઈપીઓની ભરમાર આવી અને ઘણા રોકાણકારોને સારૂ રિટર્ન પણ મળ્યું હવે નિષ્ણાતો કરી રહ્યા છે કે રોકાણ પર સ્થિર વળતરની દ્રષ્ટિએ 2022 મહત્વપૂર્ણ વર્ષ બની રહેશે. જો કે, COVID-19નો પ્રકોપ હજુ ઓછો નથી થયો તેથી આગાહી કરવી થોડી વહેલી ગણાશે. આજે અમે તમને કેટલાક રોકાણના બેસ્ટ ઓપ્શન જણાવીશું.

મ્યુચ્યુઅલ ફંડ SIP- જો તમે તમારા લાંબા ગાળાના નાણાકીય ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે તમારા રોકાણ કરવા માગતા હોય તો મ્યુચ્યુઅલ ફંડ SIP તમારા માટે સારી પુરવાર થશે. તેમાં રોકાણ કરીને, તમે FD કરતાં વધુ વળતર મેળવી શકો છો. 5થી 7 વર્ષના પરિપ્રેક્ષ્ય સાથે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકાય છે. જેમા વળતરની ઘણી આશાઓ છે.

સ્ટોક્સ- દતમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં ઘણા નાના-મોટા શેરોએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. નિષ્ણાતો જણાવે છે કે આ તેજી 2022માં પણ ચાલુ રહેશે અને શેરબજાર બે આંકડામાં વળતર આપી શકે છે. આ ઉપરાંત દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC), Ola, Bajaj Energy આવતા વર્ષે IPO લાવી શકે છે. આ શેરોમાં રોકાણ કરવાથી સારું વળતર મળી શકે છે.

IPO- નોંધનિય છે કે, વર્ષ 2021 IPO માર્કેટ માટે સીમાચિહ્નરૂપ સાબિત થયું હતું. તમને જણાવી દઈએ કે આ વર્ષે 63 કંપનીઓએ રૂપિયા 1.18 લાખ કરોડ એકઠા કર્યા છે, તો બીજી તરફ વર્ષ 2020માં 15 કંપનીઓએ IPO દ્વારા રૂ. 26,613 કરોડ એકત્ર કર્યા હતા. જ્યારે વર્ષ 2017માં IPO દ્વારા એકત્ર કરાયેલ રૂ. 68,827 કરોડની સામે આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ બમણી રકમ એકત્ર કરવામાં આવી છે. IPO તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે.