khissu

સરકારે ધોરણ-૩ થી ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવા દર અઠવાડિયે વોટ્સએપ્પ પર ટેસ્ટ શરૂ કરી, કઇ રીતે આ ટેસ્ટ આપી શકશો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

કોરોના સમયમાં શાળાઓ બંધ પડતા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. પરંતુ તેઓ આંતરિક રીતે ભણી રહ્યા છે તે કેટલું શીખ્યા, શુ શીખતાં કોઈ પણ ખ્યાલ આવી શકે નહીં. આ માટે સરકારે વોટ્સએપ્પ આધારિત ટેસ્ટ લેવાનો નિર્ણય લીધો છે જે દર અઠવાડિયે લેવામાં આવશે.


સરકારની આ પહેલ ધોરણ ૩ થી ધોરણ ૮ ના છાત્રો માટે ઉપલબ્ધ કરાઈ છે. ચાલો તો જાણી લઈએ કેવી રીતે આમાં જોડાવું ?


√ આ માટે ૮૫૯૫૫૨૪૫૨૩ નંબર સેવ કરી વોટ્સએપ્પ પર HELLO ટાઈપ કરવાનું રહેશે જેથી Quick Replay મળશે.


√ આ reply માં લખાયેલ હશે કે HOME LEARNING કાર્યક્રમમાં જોડાવા બદલ આભાર હવે અભ્યાસ અટકશે નહિં. કૃપા કરી શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલો.


√ વિદ્યાર્થી જેવો શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલશે તરત શાળાની વિગતો મોકલવામાં આવશે.


√ જેમાં શાળાનું નામ, ડાયસ કોડ, તાલુકો, જિલ્લો અને તે સાથે હા માટે ૧ ટાઈપ કરી reply મોકલવા જણાવશે અને જો ખોટી વિગત હોય તો ૨ ટાઈપ કરી replay મોકલવા જણાવશે.


√ જેવો વિદ્યાર્થી ૧ ટાઈપ કરી મોકલશે તરત તેમને ધોરણ પસંદ કરવા જણાવશે જેમાં વિદ્યાર્થીએ  પોતાનું ધોરણ જણાવવાનું રહેશે.


√ જેવો વિદ્યાર્થી પોતાનું ધોરણ જણાવશે તરત વિદ્યાર્થીનું નામ શું છે ? તે પૂછશે. ફક્ત અંગ્રેજી મુળાક્ષરમાં અને ચાઈલ્ડ ટ્રેકિંગ ( આધાર એનેબલ ડાયસ મુજબ ) જ વિગતો આપવાની રહેશે.


√ જેવો વિદ્યાર્થી પોતાનું પહેલું નામ Jenil ટાઈપ કરી મોકલશે તરત તે શાળામાં અને તે વર્ગમાં જેટલા Jenil નામના વિદ્યાર્થીઓ હશે તેટલા વિદ્યાર્થીના નામ, પિતાનું નામ અને જન્મ તારીખ અનુક્રમે દર્શાવશે તે પૈકી પોતાના નામ માટેનો ક્રમ તેને સુનિશ્ચિત કરવાનો રહેશે.


√ વિદ્યાર્થી દ્વારા ખાતરી કર્યા બાદ નામ માટેનો ક્રમ સુનિશ્ચિત કર્યો હોય તે તેમણે રિપ્લાયમાં લખી મોકલવાનો રહેશે.


√ ત્યારે તમને મેસેજ મળશે કે તમારી નોંધણી થઈ ગઈ છે હવેથી તમે દર સપ્તાહે અહીં રમતા રમતા પ્રેક્ટિસ કરી શકશે અને શિક્ષકો તમને વધુ સારી રીતે સહકાર આપી શકશે.


√ આ નોંધણીમાં જો આપ એક જ ઘરના એક કરતાં વધારે વિદ્યાર્થીઓ હશો તો તેઓ પણ જોડાઈ શકશે અને અન્ય મિત્રોની પણ નોંધણી કરી શકશે એટલે કે એક કરતાં વધારે યુઝર વાપરી શકે.


√ ત્યારબાદ ચાલુ સપ્તાહ પહેલા છેલ્લા સપ્તાહે લેવાયેલ વિષયની પ્રેક્ટિસ માટે કહેવામાં આવશે. આ વિષય અત્રેથી એટલે કે રાજ્ય કક્ષાએથી નક્કી કરવામાં આવે છે એટલે જે તે સપ્તાહમાં તે જ વિષયની પ્રેક્ટિસ વિદ્યાર્થી કરી શકશે.


√ અને પ્રશ્ન પૂછશે કે તમે પ્રેક્ટિસ કરવા માંગે છો ? હા માટે  ૧ રિપ્લાય અને ના માટે ૨ રિપ્લાય આપવાનો રહેશે.


√ જેવો વિદ્યાર્થી ૧ રેપ્લાય  ટાઈપ કરી મોકલશે તરત બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર દેખાશે અને જવાબના ચાર વિકલ્પ પણ દેખાશે. આમ દર વખતે વિદ્યાર્થી જવાબ માટેનો અંક ટાઈપ કરી મોકલશે  તરત પછીનો પ્રશ્ન આવતો જશે આમ ૧૦ પ્રશ્ન સુધી આવશે.


√ જ્યારે ૧૦ પ્રશ્નના જવાબ અપાઈ જશે તરત વિદ્યાર્થીના કેટલા જવાબ સાચા છે તે દર્શાવવામાં આવશે. એ સાથે સાચા જવાબની એક pdf ફાઇલ પણ મોકલવામાં આવશે. તેમજ જે મુદ્દાઓમાં વિદ્યાર્થીની કચાશ જણાઈ હશે તે માટે GVS ની લિંક મોકલવામાં આવશે અને તે અંગેના વીડિયો ત્યાં ઉપલબ્ધ હશે.