khissu

3 કરોડ રેશનકાર્ડ રદ થતા સુપ્રીમ કોર્ટે આપી કેન્દ્ર સરકાર ને નોટીસ : જાણો સંપુર્ણ માહિતિ

સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ લિંક ન હોવાને કારણે 3 કરોડ રેશન કાર્ડ રદ કરી દીધા હતા. જેને ગંભીર મુદ્દો કહ્યો હતો. સુપ્રીમ કોર્ટે બુધવારે આ મુદ્દાને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પાસે જવાબ માંગ્યો છે. ઝારખંડની રહેવાસી  કોયલી દેવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે આધાર સાથે રેશન કાર્ડ લિંક ન હોવાને કારણે ત્રણ કરોડથી વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. જેના લીધે ભૂખમરા ની સ્થિતિ સર્જાય છે.  આ મામલો ચીફ જસ્ટિસ એસ. એ. બોબડે ની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી સમક્ષ લેવામાં આવ્યો હતો.

શરૂઆતમાં આ મુદ્દે કોર્ટે નોટિસ માટે ના પાડી હતી. કોર્ટે તેને સબંધિત હાઇકોર્ટમાં જવા કહ્યું હતું પણ કોયલી દેવી વતી વરિષ્ઠ એડવોકેટ કોલિન ગોંજલવિસે વિનંતી કરી કે આ મુદ્દો ગંભીર છે. ત્રણ કરોડ રેશનકાર્ડ રદ કરાયા છે. આદિવાસી વિસ્તારોમાં ફિંગર પ્રિન્ટ અને આંખો ના સ્કેનમાં પણ સમસ્યા છે. આ દલીલો સાંભળ્યા પછી કોર્ટે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો ને ચાર અઠવાડિયામાં જવાબ આપવાની નોટિસ ફટકારી છે. જો કે અમન લેખી એ કહ્યું હતું કે ખાદ્ય સુરક્ષા કાયદામાં ફરિયાદ નિવારણ ની સિસ્ટમ છે. જો આધાર ન હોય તો બીજા વિકલ્પો પણ છે.
 

સરકારે સાફ સાફ કહી દીધું છે કે આધાર ન હોવાની સ્થિતીમાં ભોજન ના અધિકાર થી લોકોને દુર ન રાખી શકાય. આ દલીલો વચ્ચે બેઠકે અમન લેખી નેં કહ્યું હતું કે આ એક ગંભીર મુદ્દો છે જેને નકારી ન શકાય. 

9 ડિસેમ્બર 2019 ના રોજ સુપ્રીમ કોર્ટે આધાર કાર્ડ લિંક ન હોય તેવા કાર્ડ ધારકોને રેશન ન આપવા બાબતે બધા રાજ્યો પાસેથી જવાબ માંગ્યો હતો એ સમયે કોર્ટે કીધું હતું કે ખાદ્ય સુરક્ષા માં 14,15, અને 16 મુજબ ફરિયાદ નિવારણ તંત્ર બનાવવા ની દિશામાં શું કર્યું છે ? તે સમયે કેન્દ્ર સરકારે ભુખમરી ના કારણ ને અવગણ્યું હતું અને કહ્યું હતું કે રિપોર્ટ મુજબ મૃત્યુ  ભૂખમરાના લીધે નથી થયું.

સુપ્રીમ કોર્ટમાં આક્ષેપ લગાડવામાં આવ્યો છે કે કોયલી દેવી ની 11 વર્ષની છોકરી 2017 માં ભૂખના લીધે મારી ગઈ હતી. ઓથોરિટી એ આધાર કાર્ડ લિંક ન થવાને કારણે તેના પરિવાર ને અનાજ ન આપ્યું. જેના લીધે તેના રેશનકાર્ડ ને રદ કરી દેવામાં આવ્યું. પિટિશન માં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં લગભગ 4 કરોડ રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. જે ખોટા દસ્તાવેજ ઉપર નોંધણી કરી હતી એટલે રદ કરી દેવામાં આવ્યા પરંતુ નિરીક્ષણમાં જાણવા મળ્યું કે આ બાબતે રેશનકાર્ડ ધારકોને ક્યારેય પણ નોટિસ આપવામાં આવી નથી.