આ આઈપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ ને ખિતાબ જીતાડવવામાં એક ખેલાડીનો મહત્વનો ફાળો હતો. એ ખેલાડી છે, સૂર્યકુમાર યાદવ. જેને આઈપીએલ દરમ્યાન પોતાના પ્રદશન થકી બધાને પ્રભાવિત કર્યા હતાં.
પરંતુ ભારતનાં ઓસ્ટ્રેલિયાનાં પ્રવાસ માટે તેનું સેલેકશન ભારતીય ક્રિકેટ ટીમમાં નાં થતાં ખૂબ હોબળો મચ્યો હતો. ગૌતમ ગંભીર જેવા ઘણા ક્રિકેટરોએ બયાન આપ્યા હતાં કે, સૂર્યકુમાર યાદવનું ટીમમાં સિલેકશન થવું જોઈતું હતું.
સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટેની પ્રેક્ટિસ મેચમાં સદી ફટકારી ફોર્મમાં હોવાનો પુરાવો આપ્યો
ભારતના ડોમેસ્ટિક ક્રિકેટ માટે ની ટુર્નામેન્ટ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી માટેની એક પ્રેક્ટિસ મેચમાં, ૧૨૦ રન બનાવીને સુર્યકૂમાર યાદવ એ ફરી એકવાર ભારતીય ટીમનો દરવાજો ખખડાવ્યો છે.
મુંબઈ બી અને મુંબઇ ડી વચ્ચેની મેચમાં તેની માત્ર 47 બોલમાં 120 20 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સ માં તેને 10 ફોર અને 9 સીક્સ મારી હતી. જેની મદદથી મુંબઈ બી ની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી.
યાદવે તેની ઇનિંગ્સ દરમિયાન, સચિન તેંદુલકર ના પુત્ર અર્જુન તેંદુલકરની એક ઓવરમાં 21 રન લીધા હતા. સૂર્ય કુમાર યાદવ નું ipl અને હાલનું ફોર્મ જોતા તેને ભારતના આગામી ન્યુઝીલેન્ડ પ્રવાસમાં ટીમમાં સ્થાન માટે પોતાનો દાવો રજૂ કરી દીધો છે. હવે ચયનકર્તાઓ તેને સ્થાન આપે કે નહિ તે જોવું રહ્યું.