khissu

સિડનીમાં T-20 સિરીઝ જીતવાના ઇરાદા સાથે ઓસ્ટ્રેલિયા સામે ઉતરશે ભારતીય ટીમ

લાંબા સમય પછી આંતરરષ્ટ્રીય ક્રિકેટ રમવા ઉતરેલી ભારતીય ટીમ, તેના પુનરાગમનની પહેલી સિરીઝ જીતવા અગ્રેસર થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરીઝ 2-1 થી ગુમવ્યાં પછી ભારતની ટીમ પાસે કાલે T-20 સિરીઝ જીતવાની તક હશે.

પહેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 11 રનથી પરાજય આપ્યો હતો. હવે સિડનીમાં બીજી મેચમાં વિરાટ સેના ની નજર સિરીઝમાં અપરાજેય બઢત બનાવવાની હશે. 

રવિન્દ્ર જાડેજા ઈજા ને કારણે સિરીઝ માંથી બહાર થતાં તેના સ્થાને ચહલ ને અને મોહમ્મદ શમી ની જગ્યાએ બમરાહ ને સ્થાન આપવાવામાં આવી શકે છે. જ્યારે ઓસ્ટ્રેલિયન કેપ્ટન આરોન ફિંચ નું પણ ઈજા નાં કારણે ટીમ માં સ્થાન નિશ્ચિત નથી.

મેચ ઓસ્ટ્રેલિયા નાં સિડની શહેર માં સ્થાનિક સમય મુજબ રાત્રિ નાં 7 વાગ્યે રમાશે. જેનું લાઈવ પ્રસારણ ભારતમાં Sony television network અને sonyliv મોબાઇલ એપ્લિકેશનમાં ભારતીય સમય અનુસાર બપોરનાં 1:40 વાગ્યેથી જોઈ શકાશે.