khissu

તમારા બાળકોનું ધ્યાન રાખજો હો, 9 વર્ષની બાળકી ઓનલાઈન ભણતાં ભણતાં પોર્ન સાઈટ જોવા લાગી

હાલ કોરોનકાળ દરમિયાન શાળાઓ બંધ થતાં ઓનલાઇન શિક્ષણ પણ ધ્યાન અપાઈ રહ્યું છે એવામાં એક દિલ હચમચાવી નાખે તેવી ખબર સામે આવી છે જેમાં 9 વર્ષની બાળકી શિક્ષણ ને બદલે પોર્ન સાઈટ જોવા લાગી.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક સર્વે મુજબ બાળકો શિક્ષણ મેળવવાને બદલે પોર્ન સાઈટ જોવા લાગ્યા છે. યુનિવર્સિટીના મનોવિજ્ઞાનની એક ટીમે એક સર્વે કર્યો હતો જેમાં જાણવા મળ્યું કે 15 ટકા બાળકો ઓનલાઇન ભણતાં ભણતાં પોર્ન સાઈટ જોવા લાગે છે. તમે પણ તમારા બાળક ઉપર ધ્યાન રાખજો મિત્રો 15 ટકા કાઈ નાની વાત નથી.


મનોવિજ્ઞાનભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણે કહ્યું હતું કે અમને એક વાલીનો ફોન આવ્યો હતો જેમાં તેણે કહ્યું કે અમારું બાળક કાંઈ બોલતું નથી, સુનમુન જ રહે છે. ત્યારે બાળક સાથે પૂછતાછ કરતા તેણે જણાવ્યું કે 'મમ્મી પપ્પા રૂમમાં સુવા જાય ત્યારે મને સાથે સુવા દેતા નથી.'


મનોવિજ્ઞાનભવન ના અધ્યક્ષે જણાવ્યું કે અમે 25 થી વધું ઓનલાઈન સર્વે કર્યા છે અને બધા ખાનગી રીતે કર્યા છે જેમાં જાણવા મળ્યું છે કે ઓનલાઈન શિક્ષણ બાદ 15 ટકા થઈ વધુ બાળકો પોર્ન સાઈટ જોવાના રવાડે ચડી ગયા છે.