khissu

આ ખેડૂતોને નવા વર્ષે 2 હજાર નહીં પરંતુ મળશે 4 હજાર રૂપિયા

ખેડૂતો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે કે જેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 10મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવશે.

1 જાન્યુઆરી, 2000ના હપ્તા લાભાર્થી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ તમને જણાવી દઈએ કે, કેટલાક ખેડૂતો એવા છે જેમને આ વખતે બમણો લાભ મળશે એટલે કે તેમને રૂ. 2 હજારને બદલે રૂ. 4000 મળશે.

હકિકતમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. એતો આપણે જાણીએ જ છીએ કે, આ યોજના હેઠળ વર્ષમાં 3 વખત 2000 રૂપિયાના હપ્તા સીધા લાભાર્થી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

નોંધનિય છે કે, ખેડૂતોને અત્યાર સુધીમાં પીએમ કિસાન યોજનાના કુલ 9 હપ્તા આપવામાં આવ્યા છે અને હવે 10મા હપ્તાની રાહ જોવાઈ રહી છે. એવા સમયે, કેટલાક ખેડૂતો એવા છે જેમને 9મા હપ્તાના પૈસા હજુ પણ મળ્યા નથી. એવામાં જો તમને પણ નવમો હપ્તો મળ્યો નથી, તો આ વખતે તમને 9મા અને 10મા હપ્તાના પૈસા એકસાથે તમારા ખાતામાં જમા કરવામાં આવશે. આમ આ ખેડૂતોને આ વખતે 2 હજાર નહીં પરંતુ 4 હજાર રૂપિયા મળશે. તમે તમારા હપ્તાના સ્ટેટસ વિશે પીએમ કિસાન યોજનાની આધિકારીક વેબસાઈટ જઈને જાણી શકો છે.