બૅંકનાં ઈતિહાસની સૌથી મોટી ભૂલ: કોર્ટ / ભૂલથી કરોડો રૃપિયા ટ્રાન્સફર કર્યાં

બૅંકનાં ઈતિહાસની સૌથી મોટી ભૂલ: કોર્ટ / ભૂલથી કરોડો રૃપિયા ટ્રાન્સફર કર્યાં

તાજેતરમાં સીટીબેંકના કર્મચારીએ કરેલી ભૂલ ખૂબ જ ભારે પડી છે. જેને ઇતિહાસની સૌથી મોટી ભૂલ ગણવામાં આવી છે. બેંકે ભૂલથી તેની એક ગ્રાહક કંપનીને $ 900 એટલે કે 6554 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતાં. સિટીબેંકના એક કર્મચારીએ ભૂલથી પૈસા કોસ્મેટિક કંપની "રિવલોનને" ટ્રાન્સફર કરી દીધા હતા.

જ્યારે સીટીબેંકને આ બાબતની જાણ થઈ ત્યારે રિવલોન કંપનીએ તે પૈસા પાછા આપવાની ના પાડી. હવે આ કેસ અમેરિકાની કોર્ટમાં પહોંચી ગયો છે અને કોર્ટે તેને ઇતિહાસની સૌથી મોટી ભૂલ ગણી છે. 

આગળ વાત જાણે એમ હતી કે સિટી બેંકને રેવલોન કંપનીને આશરે 8 મિલિયન ડોલર ચૂકવવાના હતા. પરંતુ કોઈ ટેકનિકલ ખામી ને લીધે બેંકે 6554 કરોડ રૂપિયા રેવલોન કંપનીના ખાતામાં જમા કરી દીધા હતા. જ્યારે બેંકે અમેરિકાની કોર્ટમાં કેસ કર્યો ત્યારે ન્યાયધીશે કીધું કે બેન્કિગના ઇતિહાસમાં આ સૌથી મોટી ભુલ છે. 

2012-13 માં આવી જ એક ભૂલ ભારતમાં પણ થઈ હતી. જેમાં બેંકે ભૂલથી વ્યાજની રકમ ઘણા બધા લોકોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. આ ભૂલ ની જાણ થતાં જ તેને સુધારવામાં આવી હતી. કારણ કે આ ભૂલ મોડી સાંજે થઈ હતી. જેને બીજા દિવસે સવારમાં જ સુધારી નાખવામાં આવી હતી.