14 ડીસેમ્બર નાં રોજ ગુજરાત ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાર મહાનગરોમાં થી રાત્રી કર્ફ્યુ હટાવવામાં નહીં આવે.
દિવાળીના તહેવારો બાદ કોરોના નું સંક્રમણ વધતા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે અને જે હાલમાં યથાવત્ છે.
31 ડીસેમ્બર આવતા લોકો માંગ કરી રહ્યા હતા કે રાત્રિ કરફ્યુ હટાવવામાં આવે અથવા તેનો સમયગાળો ઘટાડવામાં આવે કેમકે લોકોનાં વેપાર ધંધા ઉપર lockdown રાત્રી કર્ફ્યુ ની અસર જોવા મળે છે એટલે.
જ્યારે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે જણાવ્યું હતું કે હજી lockdown રાત્રી કર્ફ્યુ હટાવવામાં નહીં આવે, અને અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પરિસ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી નવો નિર્ણય છે એ જાહેર કરવામાં નહિ આવે.
જોકે હાલ કોરોના ની પરિસ્થિતિ દિનપ્રતિદિન ગુજરાતમાં સુધરતી જાય છે અને એવરેજ અગિયારસો આજુબાજુ કોરોના પોઝિટિવ કેસ જોવા મળે છે જો કે દિવાળી પહેલા જે કોરોના ની પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિ તો નથી થઈ પરંતુ ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે અને રિકવરી રેટ પણ સારો જોવા મળી રહ્યો છે.
જો આવીને આવી પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળશે તો આગામી દિવસોમાં આ ચાર મહાનગરોમાં થી રાત્રી કર્ફ્યુ પણ હટી શકે છે અને શાળા ખોલવાનો નિર્ણય પણ લેવાઈ શકે છે.