khissu

Ola EV ટક્કર આપવા આવી રહ્યું છે બેટરી વિનાનું ઈલેક્ટ્રિક સ્કૂટર

ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદક બાઉન્સે (Bounce )જાહેરાત કરી છે કે ઈન્ફિનિટી ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં 2 ડિસેમ્બરે લૉન્ચ કરવામાં આવશે અને EVનું બુકિંગ પણ લૉન્ચની તારીખથી શરૂ કરવામાં આવશે. કંપની આ ઈલેક્ટ્રિક સ્કૂટરને લોન્ચ કર્યા પછી આવતા વર્ષથી ગ્રાહકોને આપવાનું શરૂ કરવા જઈ રહી છે. Ola ની તર્જ પર, Bounce EV પણ 499 રૂપિયાની ટોકન રકમ સાથે ઈ-સ્કૂટર માટે બુકિંગ ખોલશે. બાઉન્સ ઇન્ફિનિટી સ્કૂટર સ્માર્ટ, અલગ થતી લિથિયમ-આયન બેટરીથી સજ્જ છે. જો જરૂરી હોય તો, આ સ્કૂટરમાંથી બેટરીને અલગ કરી શકાય છે અને તેને અનુકૂળતા અનુસાર ચાર્જ કરી શકાય છે.

બેટરી વગર પણ સ્કૂટર ખરીદી શકાય છે
બાઉન્સ EV નવા સ્કૂટરમાં એક અનોખો‘Battery As A Service’' વિકલ્પ પણ ઓફર કરે છે જ્યાં સ્કૂટરને બેટરી વિના ખરીદી શકાય છે, જે આ સ્કૂટરને ખૂબ જ સ્સતુ બનાવે છે. આ પછી, ગ્રાહકો બોનસના બેટરી-સ્વેપિંગ નેટવર્કની મદદથી શુલ્ક જમા કરાવીને ડિસ્ચાર્જ બેટરીની જગ્યાએ ફુલ ચાર્જ્ડ બેટરી સ્કૂટરમાં લગાવી શકે છે. આ વિકલ્પ સાથે બેટરીવાળા સ્કૂટર કરતાં 40% ઓછા ખર્ચે બેટરી વગરનું સ્કૂટર ખરીદી શકો છો.

EV વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી
કંપનીએ હજુ સુધી નવી Infinity EV વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. દરમિયાન, બાઉન્સે(Bounce)એ  જાહેરાત કરી છે કે, 2021 માં, 22Motorsનું 100 ટકા અધિગ્રહણ લગભગ રૂ. 52 કરોડમાં કરી લીધુ છે. આ ડીલ હેઠળ, ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદકે રાજસ્થાનમાં 22 મોટર્સના ભિવડી પ્લાન્ટ અને ત્યાંની પ્રોપર્ટી પરના અધિકારો હસ્તગત કર્યા છે. આ પ્લાન્ટ વાર્ષિક 1,80,000 સ્કૂટરનું ઉત્પાદન કરી શકે છે. આ સિવાય કંપનીએ દક્ષિણ ભારતમાં નવો પ્લાન્ટ શરૂ કરવાની પોલિસી પણ જાહેર કરી છે.