નવો મહિનો શરૂ થવાનો છે અને તેની સાથે ઘણી વસ્તુઓ બદલાવાની છે. મોંઘવારીના આ યુગમાં 1 જૂનથી તમારા ખિસ્સા પર વધુ બોજ પડશે. 1 જૂનથી થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ મોંઘો થવા જઈ રહ્યો છે. તેવી જ રીતે, દેશની સૌથી મોટી બેંક SBI એ હોમ લોન માટે એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR) વધાર્યો છે. જાણો 1 જૂનથી શું changes થવાના છે.
વાહનોનો થર્ડ પાર્ટી વીમો મોંઘો: 1 જૂન 2022થી વાહનોનો થર્ડ પાર્ટી વીમો મોંઘો થવા જઈ રહ્યો છે. આના પર તમારે વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. કેન્દ્ર સરકારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે. મોટર વીમા માટેનું પ્રીમિયમ અગાઉ વર્ષ 2019-20 માટે વધારવામાં આવ્યું હતું. 1,000 સીસીથી નીચેના વાહનો માટે પ્રીમિયમ રૂ. 2,094, 1,000 સીસીથી 1,500 સીસીની કાર માટે રૂ. 3,416 અને 1,500 સીસીથી વધુના વાહનો માટે રૂ. 7,897 થઈ ગયું છે. ટુ વ્હીલર માટે પણ આ વધારો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- જાણો 1 જૂનથી બદલાતા આ 5 મોટા નિયમોના ફેરફરોની શું થશે તમારી નાણાકીય સ્થિતિ પર અસર
ગોલ્ડ હોલમાર્કિંગ: ફરજિયાત ગોલ્ડ હોલમાર્કિંગનો બીજો તબક્કો 1 જૂન, 2022થી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ તબક્કો 23 જૂન 2021થી દેશના 256 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવ્યો હતો. હવે તેમાં વધુ 32 જિલ્લા ઉમેરાવા જઈ રહ્યા છે. ફરજિયાત હોલમાર્કિંગના બીજા તબક્કામાં 32 નવા જિલ્લાઓના કાર્યક્ષેત્રમાં ત્રણ વધારાના 20, 23 અને 24 કેરેટ સોનાના દાગીના આવશે. આ પછી આ તમામ 288 જિલ્લામાં સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ ફરજિયાત બની જશે. L હવે આ જિલ્લાઓમાં માત્ર 14, 18, 20, 22, 23 અને 24 કેરેટના દાગીના જ વેચી શકાશે.
SBI હોમ લોનમાં વધારો: SBIની હોમ લોનના હપ્તા 1 જૂનથી વધવા જઈ રહ્યા છે. SBIએ તેના હોમ લોન એક્સટર્નલ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ (EBLR)ને 40 બેસિસ પોઈન્ટ્સ (bps) વધારીને 7.05 ટકા કર્યો છે, જ્યારે RLLR 6.65 ટકા વત્તા CRP હશે. SBIની વેબસાઈટ અનુસાર, વધેલા વ્યાજ દરો 1 જૂન, 2022થી લાગુ થશે. અગાઉ EBLR 6.65 ટકા હતો, જ્યારે રેપો-લિંક્ડ લેન્ડિંગ રેટ 6.25 ટકા હતો.
વાંચી શકો છો આ બદલાવ: આવતી કાલથી બદલાઈ જશે 6 નિયમો/ફેરફારો, તમારા ખિસ્સા પર અસર પડે તે પહેલા જાણી લો...
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક શુલ્ક લાગુ: ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ જણાવ્યું છે કે આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AEPS) માટે ઈશ્યુઅર ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. આ ચાર્જ 15 જૂન, 2022થી લાગુ કરવામાં આવશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક એ ઈન્ડિયા પોસ્ટની પેટાકંપની છે. નિયમો હેઠળ, દર મહિનાના પ્રથમ ત્રણ વ્યવહારો મફત હશે. ત્યારબાદ, દરેક રોકડ ઉપાડ અથવા રોકડ જમા કરાવવા પર 20 રૂપિયા વત્તા GST લાગશે. મિની સ્ટેટમેન્ટ ટ્રાન્ઝેક્શન પર 5 રૂપિયા વત્તા GST લાગશે.
એક્સિસ બેંક સેવીંગ ખાતાના નિયમોમાં ફેરફાર કરશે: એક્સિસ બેંકે 1 જૂનથી સેલેરી અને સેવિંગ એકાઉન્ટ પર સર્વિસ ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી છે. બેંકે આવતા મહિનાથી બચત ખાતામાં મિનિમમ બેલેન્સની મર્યાદા વધારી દીધી છે. આ સિવાય બેંકે મિનિમમ બેલેન્સ ન રાખવા માટે માસિક સર્વિસ ચાર્જમાં પણ વધારો કર્યો છે. શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં માસિક લઘુત્તમ બેલેન્સ 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, ઓટો ડેબિટ ફેલ્યોરનો ચાર્જ પણ વધારી દેવામાં આવ્યો છે. આ 1 જુલાઈથી અમલમાં આવશે.