khissu

દેશનો સૌપ્રથમ આકર્ષિત ગ્લો ગાર્ડન નું કેવડીયા ખાતે ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

દેશનો સૌપ્રથમ ગ્લો ગાર્ડન નું કેવડીયા ખાતે ઉદ્દઘાટન થયું. લાખો LED લાઈટ સાથે ગાર્ડન ની શોભા આકર્ષિત લાગી રહી છે. યુનિટી ગ્લો ગાર્ડન ૩.૬૧ એકર જમીનમાં બનાવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સરદાર પટેલ ના જન્મજયંતી નિમિતે લોકાર્પણ કરવામાં આવ્યું. આ ગાર્ડન રાત્રી પર્યટકોને ખૂબસૂરત અને આનંદનો અનુભવ કરાવશે. લાઈટ અને રંગોનો અદભુત નજારા સાથે ખૂબજ સુંદર દૃશ્ય જોવા મળે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવેલા આ ગ્લો ગાર્ડન ની માહિતી www.statuofunity.in માં જોવા મળશે. આ વેબસાઇટ હિન્દી, ગુજરાતી,અંગ્રેજી તેમજ અન્ય પ્રાદેશિક ભાષા જેવી કે અરેબિક, ફ્રેન્ચ, સ્પેનિશ, રશિયન, ચાઈનીઝ માં પણ ઉપલબ્ધ છે.આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડીયા મોબાઇલ એપ નું પણ ઉદ્દઘાટન કર્યું.

સરદાર પટેલ ની ૧૪૫ મી જન્મ જયંતી નિમિત્તે બે દિવસનો સમારોહ યોજાયો હતો. આ સમારોહ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા. ૩૨ લાખથી વધુ LED લાઈટ મારફતે અલગ અલગ ચીજો સજાવાઈ છે.

ભારતમાં આ પ્રકારનો પ્રથમ ગાર્ડન છે. દુબઈમાં આ પ્રકારના ગાર્ડન છે પરંતુ ભારતમાં પર્યટકોને આ ગાર્ડન વરદાન જેવો સાબિત થશે જે ભારતનો સૌ પ્રથમ ગાર્ડન છે. વૃક્ષો , ઘણા પ્રકારના ફૂલો અને 3D ફુવારાઓ માં પણ લાઈટિંગ જોવા મળે છે. દિવાળી આવાવાની હજી વાર છે પણ જો તમે આ યુનિટી ગ્લો ગાર્ડન માં જશો તો દિવાળી જેવોજ નજારો જોવા મળશે.