khissu

દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન મુંબઈ નહીં પહોંચે, એવું તો શું થયું ?

દેશની પ્રથમ બુલેટ ટ્રેન નું સપનું સાકાર થવામાં હવે વિલંબ જોવા મળી રહ્યો છે. દેશની પ્રથમ ટ્રેન જે સૌપ્રથમ અમદાવાદ - મુંબઇ રૂટ પાર આકાર પામવા જવાની છે ત્યારે હવે પ્રોજેકટ પર પાણી ફરવા જઈ રહ્યું છે.


મહારાષ્ટ્ર ના ખેડૂતો આ પ્રોજેકટ નો વિરોધ કરી રહ્યા છે. તેઓની જમીન આપવા નથી માંગતા અને મહારાષ્ટ્ર સરકાર શિવસેના એ પણ પોતાનો રંગ બતાવ્યો છે. આ પ્રોજેકટ માટે જરૂરી જમીન માટે શિવસેના ની કાર્યવાહી ઢીલી જોવા મળે છે.


રેલવે ના ચેરમેન વી. કે. યાદવે જણાવ્યું છે કે જો મહારાષ્ટ્ર સરકાર જમીન અધિગ્રહણ માં વિલંબ કરશે  તો આ પ્રોજેકટને અલગ અલગ તબક્કામાં કરવો પડશે. આ ઉપરાંત વી.કે.યાદવે કહ્યું કર અમારે તો આ પ્રોજેકટ એક સાથે પૂરો કરવો છે અને તે પ્રમાણે જ યોજના બનાવી હતી પરંતુ જો મહારાષ્ટ્ર સરકાર જમીન અધિગ્રહણ માં મોડું કરશે તો પ્રથમ તંબક્કામાં ગુજરાતના વાપી સુધીના સ્ટ્રેચને શરૂ કરશે.


રેલવે મંત્રાલયે મહારાષ્ટ્ર સરકાર સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે તે ૪ મહિનામાં ૮૦% જમીન અધિગ્રહણ નું કામ પુરૂ કરી દેશે. પરંતુ હજી સુધી માત્ર ૨૬% જ જમીન અધિગ્રહણ થયું છે. આમ મોદીજી નું બુલેટ ટ્રેન નું સપનું હવે અમદાવાદ - મુંબઇ ના બદલે અમદાવાદ - વાપી સુધી જ સીમિત રહેશે. ત્યારબાદ બીજા તબક્કામાં તે આગળ વધશે.