કોરોના શું આવ્યો લોકો ઘણા શબ્દોથી વારંવાર ટોકયા કરે છે. સોશિયલ ડિસ્ટન્સ....માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ....માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ....માસ્ક. અરે પણ બસ ..., થાકી ગયા છે લોકો આ શબ્દો સાંભળીને.
માસ્ક નથી પહેર્યું તો તમારી પાસે દંડ લેશે... ક્યારે ??...જ્યારે તમે કારમાં તમારા પરિવાર સાથે છો....જ્યારે તમે તમારા પત્ની કે પરિવાર સાથે બાઈક પર છો.... જ્યારે તમે એકલા પણ હોવ તો પણ માસ્ક તો હોવું જ જોઈએ.. પરંતુ આ નિયમો ચૂંટણીમાં મોટી મોટી ભીડો થતી હોય, નેતાઓની રેલીઓ યોજાતી હોય કે પછી નેતાઓની સભા થતી હોય ત્યાં લાગુ પડતા નથી. અને આ જ વાતથી અમુક પ્રજા ઉશ્કેરાઈ જતી હોય છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસ કર્મીઓએ કારમાં જતા દંપતીને રોક્યા અને માસ્ક ન પહેર્યું હોવાના કારણે દંડ ભરવાનું કહ્યું જેથી દંપતી ઉશ્કેરાઈને ટ્રાફિક પોલીસને જ ગાળો દઈને માર માર્યો.
અમદાવાદમાં પ્રહલાદનગરના N ડિવિઝન ટ્રાફિક પોલીસ અતુલભાઈ LRD તરીકે ફરજ બજાવે છે. જે દરમિયાન તેઓ પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા પાસે એક કારમાં બેઠેલી મહિલાએ માસ્ક પહેર્યું ન હોવાના કારણે કારને રોકી હતી અને દંપતીને દંડ ભરવા કહ્યું. આ સાંભળીને પતિ પત્ની બંને ઉશ્કેરાઈ ગયા અને તું અહીં ૧૦૦૦ રૂપિયા જ લેવા માટે ઉભો છે તેમ કહીને ઉલટાનું ટ્રાફિક પોલીસને જ માર માર્યો. જેમાં ટ્રાફિક પોલીસ ના ચશ્માં અને નેમપ્લેટ પણ તૂટી ગયા.
જોકે પોલીસને જાણ થતાં આનંદનગરની પોલીસ ત્યાં પહોંચી ગઈ અને બંને પતિ-પત્નીની ધડપકડ કરી આનંદનગર પોલીસ સ્ટેશન લઇ ગયા. બંને દંપતીની પૂછતાછ થતા જાણ થઈ કે તેનું નામ ધવલ શેઠવાલા અને તેની પત્ની નું નામ દીપા શેઠવાલા છે.