આજથી રાત્રિ કરફ્યુ નો સમય બદલાયો, લગ્ન-પ્રસંગમાં મહેમાનોની છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો

આજથી રાત્રિ કરફ્યુ નો સમય બદલાયો, લગ્ન-પ્રસંગમાં મહેમાનોની છૂટછાટમાં વધારો કરવામાં આવ્યો

કોરોના મહામારીનને પગલે  અવનવા નિયમો સરકાર દ્વારા લાગુ પાડવામાં આવે છે અને સમયાંતરે તેમાં ફેરફાર પણ કરવામાં આવે છે. ગુજરાતમાં ઘણા વિસ્તરોમા લોકડાઉન બાદ હવે કોરોના કેસમાં ઘટાડો થતા રાત્રી કરફ્યૂ જ લગાવામાં આવે છે જેમાંથી પણ હવે માત્ર ચાર મહાશહેરોમાં જ રાત્રી કરફ્યુ લગાવવામાં આવ્યું છે.


અમદાવાદ સહિત ૪ મહાશહેરોમાં હાલ રાત્રિ કરફ્યુ લાગવાયું છે. પહેલા રાત્રિ કરફ્યુ નો સમય રાત્રે ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી હતું ત્યારબાદ ઘટાડીને રાત્રિના ૧૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરી દેવાયું હતું અને હાલ ફરી રાજ્ય સરકારે જાહેરાત કરી તે મુજબ રાત્રિ કરફ્યુનો સમય ઘટાડીને રાત્રિના ૧૧ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી કરી દેવાયું છે.


આ ઉપરાંત રાજ્ય સરકારે હજી એક જાહેરાત કરી છે જેમાં લગ્ન પ્રસંગમાં હવેથી ૨૦૦ માણસોને ઉપસ્થિત રહેવાની મંજૂરી આપી દીધી છે. આ પહેલા લગ્ન પ્રસંગમાં માત્ર ૧૦૦ વ્યક્તિઓને જ આમંત્રિત કરવાની પરવાનગી મળી હતી જે હવે રાજ્ય સરકારે કરેલ જાહેરાત મુજબ વધારીને ૨૦૦ વ્યક્તિઓની કરી દીધી છે.