કોરોના કાળમાં એક પછી એક તહેવારો પર રોક લાગી છે ત્યારે હવે આવી રહેલા ઉત્તરાયણના તહેવાર પર પણ ગ્રહણ લાગી ચૂક્યું છે.
રાજ્યમાં જ્યારે મોટાપાયે ઉજવાતા પતંગોત્સવમાં ઘણા લોકો હાજર હોય છે જેમાં વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ બધી જ બાબતોને ધ્યાને લઈને આ વર્ષે ઉજવાતા પતંગોત્સવ પર રોક લગાવવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનપટેલે જણાવ્યું કે આ વર્ષે રાજ્યની શાન ગણાતા પતંગોત્સવ ઉજવવામાં નહીં આવે. આ ઉપરાંત તહેવારને લઈને ગાઈડલાઇન પણ જારી કરવામાં આવશે. આ અંગે કોર ગ્રુપની બેઠક માં નિર્ણય લેવાશે.
ઉત્તરાયણ ના પર્વમાં લોકો ધાબા પાર ભીડ ભાડ કરતા હોય છે તેથી આ વર્ષે ધાબા પર ૫૦ લોકો ભેગા થઈ પતંગ ઉડાવવાની મંજૂરી આપશે નહીં. પોતાના પરિવારના ૬-૭ માણસો જ ધાબા પાર રહે તો ચાલશે.