khissu

બજેટ રજૂ થયાં પહેલાં જ સારા સમાચાર : આ મહિને GST કલેક્શને રેકોર્ડ તોડ્યો

આજે ૧ ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારામણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આજે સવારે ૧૧ વાગ્યે બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થયા પહેલા જ એક સારા સમાચાર સામે આવ્યા છે જે અંતર્ગત આ વખતનું GST કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધારે કહી શકાય.


આપણા દેશમાં ૧ એપ્રિલ ૨૦૧૮ના રોજથી GST નો પ્રારંભ થયો હતો ત્યારથી લઈને આજ સુધી જો GST કલેક્શન જોઈએ તો આ મહિને GST કલેક્શને રેકોર્ડ તોડી નાખ્યો છે. જેની અસર આજના બજેટમાં પણ જોવા મળશે.


બજેટ શરૂ થવાને હજી વાર છે તે પહેલાં જ નાણામંત્રી નિર્મલા સીતારામણે ટ્વિટ કરી જણાવ્યું કે, આ મહિને ૧,૨૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલું જીએસટી કલેક્શન થયું છે. GST લાગુ થયા બાદ ૩ વર્ષમાં આ સૌથી વધારે કમાણી કહી શકાય.


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે, આ મહિનામાં ૧,૧૯,૮૪૭ કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે જેમાં ૨૧,૯૨૩ કરોડ રૂપિયા CGST, ૨૯,૦૧૪ કરોડ રૂપિયા SGST, આયાત પર એકત્રિત ૨૭,૪૨૦ કરોડ સહિત ૬૦,૨૮૮ કરોડ રૂપિયા IGST અમે ગુડ્સ આયાત પર એકત્રિત ૮૮૩ કરોડ સહિત ૮,૬૨૨ કરોડ રૂપિયા સેસનો સમાવેશ તગાય છે.