સરકારે કરી જાહેરાત, હવેથી ડ્રાઇવિંગ ને લગતા આ ડોક્યુમેન્ટ ની માન્યતા આટલી વધારી

સરકારે કરી જાહેરાત, હવેથી ડ્રાઇવિંગ ને લગતા આ ડોક્યુમેન્ટ ની માન્યતા આટલી વધારી

કોરોનાનાં કપરા સમયમાં લોકોને વધારે મુશ્કેલીના પડે એ માટે સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. કોરોના વાયરસનાં ખતરાને જોતા સરકારના સડક પરિવર્તન અને રાજ્યમાર્ગ મંત્રાલય દ્વારા ડ્રાઇવિંગ ને લગતા ડોક્યુમેન્ટ ની માન્યતા 31 માર્ચ 2021 સુધી વધારી આપી છે.


આ પહેલા પણ સરકારે 31 ડિસેમ્બર 2020 સુધી બધા ડ્રાઈવિંગ ડોક્યુમેન્ટ ની માન્યતા વધારી આપી હતી. 


હવે નવી ગાઈડલાઈન નો ફાયદો એવા લોકોને થશે જેના ડોક્યુમેન્ટ ની વૈધતા 31 માર્ચ પેહલા પુરી થઈ જવાની હતી. તેની માન્યતા 31 માર્ચ સુધી વધી જશે અને તમારે RTO office ના ધક્કા નહિ ખાવા પડે. આમાં ગાડીના ફિટનેસ સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક સહિત બીજા અગત્યના ડોક્યુમેન્ટ નો સમાવેશ થાય છે.