khissu

ભારત સરકાર દ્વારા નવી સ્કીમ જાહેર, ખુબજ સસ્તી કિંમતે મળશે સોનું, ૧ જાન્યુઆરી સુધી જ રહેશે.

સોનાની ચમક કોને ના ગમે એમાંય જો સોનાની કિંમત સસ્તી થઈ જાય તો કેવી મજા પડી જાય. ખરેખર મિત્રો એકદમ સસ્તી કિંમતે મળશે સોનુ અને એ પણ ૨૪ કેરેટ શુદ્ધતા વાળું. 


જી હા મિત્રો, ભારત સરકારે જાહેરાત કરી છે તે મુજબ ૨૮ ડિસેમ્બર ૨૦૨૦ થી ૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી એકદમ સસ્તી કિંમતે સોનુ મળશે. જે રોકાણકારોને ૫ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ ફાળવવામાં આવશે.


ભારત સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ નામની એક સ્કીમ બહાર પાડી છે જે અંતર્ગત ગ્રાહકો એ બેન્કો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, પોસ્ટ ઓફિસ, NSE કે પછી BSE સ્ટોક એકચેન્જ મારફતે બોન્ડ ખરીદવાના રહેશે. આ બોન્ડ મુજબ ઓનલાઈન ખરીદી કરવા પર રૂ.૫૦ પ્રતિ ગ્રામ સોનું એટલે કે રૂ. ૫૦૦ દીઠ ૧૦ ગ્રામ સસ્તું સોનું મળશે. આ બોન્ડ માં દર વર્ષે ૨.૫% વ્યાજ પણ આપવામાં આવશે.


ભારત સરકાર દ્વારા બહાર પાડેલી આ સ્કીમ મુજબ સસ્તું સોનું ભારત સરકાર વતી રિઝર્વ બેન્ક વેંચી રહી છે. આ સ્કીમમાં ૧૦૦% શુદ્ધતા વાળું ૨૪ કેરેટનું સોનું મળશે. રિઝર્વ બેંકના જણાવ્યા મુજબ જે ગ્રાહક ઓનલાઈન ચુકવણી કરશે તો તેને સસ્તું સોનું આપવામાં આવશે.