khissu

હવે સસ્તો મળશે LPG સિલિન્ડર, સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય

એક તરફ કોરોનાના કહેરને કારણે લોકોના વેપાર ધંધા ઠંડા પડ્યા છે તો બીજી તરફ પેટ્રોલ ડીઝલના વધતા ભાવે લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે, સામાન્ય લોકોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે તો બીજી તરફ એલપીજી સિલિન્ડરના ભાવ પણ આસમાને પહોચ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે ગેસ સિલિન્ડર સસ્તા ભાવે ખરીદવા માગતા હોય તો તમારી માટે સારો મોકો છે.

હાલમાં ગેસ સિલિન્ડર 900ની આસપાસ મળી રહ્યો છે કારણ કે કોરોના મહામારી દરમિયાન સરકારે સબસિડી બંધ કરી દીધી હતી. જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ. હવે રાહતના સમાચાર એ છે કે, સરકાર ટૂંક સમયમાં LPG સિલિન્ડર પર સબસિડી ફરીથી આપવાની શરૂ કરશે તેવા અહેવાલો છે. મળતી માહિતી પ્રમાણે આ અંગેનો એક પ્રસ્તાવ નાણાં મંત્રાલયને મોકલવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. જેમા કહેવામાં આવ્યું છે કે ઝારખંડ, મધ્યપ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં એલપીજી પર સબસિડી આપવામાં આવી રહી છે.

હવે જો નાણા મંત્રાલય આ પ્રસ્તાવને મંજૂરી આપે છે, તો સરકાર પેટ્રોલિયમ કંપનીઓના ડીલરોને 303 રૂપિયાની સબસિડી આપશે જેના કારણે તમને એલપીજી સિલિન્ડરની કિંમત પર તેટલું ડિસ્કાઉન્ટ મળશે. હવે તમારા ઘરે જે ગેસ સિલિન્ડર આવશે તેના માટે તમારે 587 રૂપિયા ચૂકવવા પડશે.

મોબાઈલ સાથે ગેસ કનેક્શન કેવી રીતે લિંક કરાવવું?

તમારા ગેસ કનેક્શનને મોબાઈલ સાથે લિંક કરવા માટે, તમારી કંપનીની વેબસાઈટ એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અથવા ભારત પેટ્રોલિયમની મુલાકાત લેવી પડશે.
- અહીં પર તમને મોબાઈલ સાથે ગેસ કનેક્શન લિંક કરવાનો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારો 17 અંકનો LPG ID એન્ટર કરો.
- તેને વેરિફાઈ કરીને સબમિટ કરો.
- હવે બુકિંગની તારીખ સહિત અન્ય તમામ માહિતી એડ કરો.
- ત્યાર બાદ તમે અહીં સબસિડી સંબંધિત તમામ માહિતી મેળવી શકો છો.
- આ ઉપરાંત તમે કસ્ટમર કેર નંબર 1800-233-3555 પર કૉલ કરીને પણ ગેસ સિલિન્ડર પર સબસિડી સંબંધિત માહિતી મેળવી શકો છો.