khissu

હાથરસ ગેંગરેપ કેસને લઈને આજે સુપ્રીમ કોર્ટ માં થશે સુનાવણી

હાથરસ ગેંગરેપ કેસમાં આજે સુપ્રીમ કોર્ટ ની સુનાવણી નો દિવસ છે. હાથરસ કેસને લઈને સર્વોચ્ચ અદાલત અલગ-અલગ યાચિકાઓ પર કાર્યવાહી કરશે જ્યારે બીજી તરફ SITની ટીમ તપાસ કરી રહી છે. એસઆઇટીની ટીમ ત્યાં પહોંચી છે જ્યાં પીડિતાનું શરીર સળગાવવામાં આવ્યું હતું. આખી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશ સરકારે દાવો કર્યો છે કે હાથરસ ના બહાને રાજ્યમાં તોફાન કરવાની રચના કરવામાં આવી હતી. તે મામલામાં મથુરા થી ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરતા કહ્યું કે વિરોધી રાજનૈતિક દળો ના નેતાઓ દ્વારા યુપી સરકારને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહી છે. તોફાન કરાવા માટે જાણી જોઈને અને આયોજનબદ્ધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરિવારની સહમતિથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં એ પણ જણાવ્યું કે હાથરસમાં પીડિતાની સાથે થયેલા બળાત્કાર અને હુમલાની તપાસ માટે સીબીઆઇ ની મદદ લેવી જોઈએ. જો કે આ ઘટનાની યુપી સરકાર નિષ્પક્ષ તપાસ કરાવી શકે તેમ છે પરંતુ "રક્ષિત હિતો" નિષ્પક્ષ તપાસને પાટા પરથી ઉતારવા ના ઈરાદા માટે પ્રયાસ કરી રહ્યા છે.