khissu

ઉત્તરાયણ ને લઈને હાઇકોર્ટે ગાઈડલાઈન જાહેર કરી, પતંગરસિયાઓ ધ્યાન રાખજો હો

કોરોના કાળમાં એક પછી એક તહેવારો પર રોક લાગી છે ત્યારે હવે આવી રહેલા ઉત્તરાયણના તહેવાર પર પણ ગ્રહણ લાગી ચૂક્યું છે.


રાજ્યમાં જ્યારે મોટાપાયે ઉજવાતા પતંગોત્સવમાં ઘણા લોકો હાજર હોય છે જેમાં વિદેશથી પણ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. આ બધી જ બાબતોને ધ્યાને લઈને આ વર્ષે ઉજવાતા પતંગોત્સવ પર રોક લગાવવામાં આવી છે.


પરંતુ ઘરઆંગણે પોતાના ધાબા પર ઉજવાતા તહેવારને લઈને હાઇકોર્ટે લીલીઝંડી આપી દીધી છે જેમાં અમુક નિયમોના પાલન સાથે ઉત્તરાયણ મનાવી શકે છે.


આ ગાઈડ લાઈન મુજબ પોતાના ફેમિલી મેમ્બર જ ધાબા પર રહી શકશે આ ઉપરાંત સ્પીકર વગાડી નહીં શકાય, ફ્લેટમાં ભીડ ભેગી થાય તો ચેરમેન જવાબદાર ગણાશે. ઘરમાં જો 65 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ હશે તો તે ધાબા પર નહીં જઈ શકે તેવું પણ હાઈકોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.