આજથી મધ્યમ વર્ગના લોકોનો મરો : ૧ એપ્રિલથી રોજબરોજની ઉપયોગી વસ્તુઓ મોંઘી થશે. જેમાં બધા વાહનોના ભાવ વધશે. ફ્રિઝ, એસી, મોબાઈલ અને એસેસરીઝના ભાવ પણ વધશે. ટીવીના ભાવમાં ૨ થી ૩ હજારનો વધારો થશે. સ્ટીલના ભાવમાં પણ વધારો થશે.
વ્યાજદરોમાં થયેલો ઘટાડો પાછો ખેંચ્યો : ગઈ કાલે નાણાંમંત્રાલયે વિવિધ વ્યાજદરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. સરકારે ૧લી એપ્રિલથી અમલી બને એ રીતે બચત થાપણો પર વાર્ષિક ધોરણે મળતાં વ્યાજમાં ધરખમ ઘટાડો કર્યો હતો. જે માં વ્યાજદર ૪% થી ઘટાડીને ૩.૫% કર્યો હતો. આ ઉપરાંત PPF પર વાર્ષિક ધોરણે મળતા ૭.૧% વ્યાજને ઘટાડીને ૬.૪% કરવાની વાત કરી હતી. જે હવે પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે અને હવે પહેલાંના જ વ્યાજદર ગણાશે. જે વિશે નિર્મલા સીતારામને ટ્વિટ કરીને માફી માંગી.
જાણો નિર્મલા સીતારામણે શું કહ્યું ? આખી માહિતી જાણવા ઉપરનો વીડિયો જુઓ.