khissu

2021 ની નવી શિક્ષણનીતિ લાગુ થશે | ધો -9 થી ધો -12 ને જોડી દેવામાં આવ્યું.

કોરોના કાળ બાદ હવે શિક્ષણનીતિમાં થશે ફેરફાર. 2021 થી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતી  અંતર્ગત કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય ની સૂચના મુજબ એક કમિટી નું ગઠન કરાયું હતું.

કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલયની સૂચના થી ગઠિત કમિટીએ નવી શિક્ષણનિતી અંતર્ગત એક ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. આ ડ્રાફ્ટ ને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો ત્યારબાદ કેન્દ્ર સરકારે જરૂરી સૂચના સમાવીને ખરડો તૈયાર કરાયો અને હવે તેને લોકસભા તથા રાજ્યસભામાં પસાર કરવામાં આવશે.

આ નવી શિક્ષનનીતી અનુસાર  ધો-9 થી ધો-12 ને આઠ સેમેસ્ટર માં વિભાજિત કરીને દર છ મહિને પરિક્ષા લેવાની ખબર સૂત્રો દ્વારા જાણવા મળી છે. આ શિક્ષણનીતિ 2021 થી જ લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે.

આ ઉપરાંત નવી શિક્ષણનિતિ મુજબ 3 થી 6 વર્ષના છાત્રો માટે પ્રી-પ્રાઈમરી એજ્યુકેશન થી માંડીને ધો -2 સુધીનો અભ્યાસક્રમને પ્રારંભિક શિક્ષણ ના સમય માં રાખ્યો. ધોરણ-6 થી ધો - 8 ને વચગાળાના શિક્ષણ મા સમાવેશ કરાયો અને ધો 9 થી ધો -12 ને જોડીને હાયર એજયુકેશન માં સમાવેશ કર્યો જેથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગ દૂર કરાયો.