શું તમે જાણો છો? પોસ્ટ ઓફિસમાં પણ ખોલી શકાય છે સેવિંગ્સ એકાઉન્ટ, જાણો ફીચર્સ અને વ્યાજ
12:07 AM, 15 December 2021 - Team Khissu
શું તમે જાણો છો? પોસ્ટ ઓફિસમાં પણ ખોલી શકાય છે સેવિંગ્સ એકાઉન્ટ, જાણો ફીચર્સ અને વ્યાજ
https://khissu.com/guj/post/the-post-office-savings-scheme-earns-even-more-interest-than-the-bank
જો તમે આવનારા દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં કરી શકો છો. આ યોજનાઓમાં તમને ચોક્કસપણે સારું વળતર મળે છે. સાથે જ તેમાં રોકાયેલા પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. જો બેંક ડિફોલ્ટ થાય છે, તો તમને ફક્ત 5 લાખ રૂપિયા પાછા મળશે. પરંતુ પોસ્ટ ઓફિસમાં એવું નથી. આ સિવાય પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકાય છે.
પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં પોસ્ટ ઓફિસ બચત ખાતું પણ સામેલ છે. આ સ્કીમમાં બચત ખાતું ખોલાવવાથી તમને બેંક કરતા વધુ સારું વ્યાજ મળે છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
વ્યાજ દર
હાલમાં, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યક્તિગત અને સંયુક્ત ખાતા પર વાર્ષિક 4.0% વ્યાજ મળે છે.
રોકાણની રકમ
પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવા માટે, વ્યક્તિએ ઓછામાં ઓછા 500 રૂપિયા ચૂકવવા પડશે.
ખાતું કોણ ખોલાવી શકે?
એક પુખ્ત, બે પુખ્ત, સગીર વતી વાલી, નબળા મનની વ્યક્તિ વતી વાલી પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલાવી શકે છે. આ સિવાય 10 વર્ષથી વધુ ઉંમરનો સગીર પણ પોતાના નામે બચત ખાતું ખોલાવી શકે છે.
યોજનાની વિશેષતાઓ
- પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં, વ્યક્તિ સિંગલ એકાઉન્ટ તરીકે માત્ર એક જ એકાઉન્ટ ખોલી શકે છે.
- સગીર અથવા 10 વર્ષથી વધુ ઉંમરના સગીર અથવા નબળા મનના વ્યક્તિના નામે માત્ર એક જ ખાતું ખોલી શકાય છે.
- સંયુક્ત ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં, હયાત વ્યક્તિ એકમાત્ર હોલ્ડર હશે. જો હયાત ધારકના પોતાના નામે એક જ ખાતું હોય, તો સંયુક્ત ખાતું બંધ કરવું પડશે. સિંગલમાંથી જોઈન્ટ એકાઉન્ટમાં અથવા જોઈન્ટમાંથી સિંગલ એકાઉન્ટમાં રૂપાંતર કરવાની મંજૂરી નથી.
- ખાતું ખોલાવતી વખતે નોમિનેશન ફરજિયાત રાખવામાં આવ્યું છે.
- સગીર જ્યારે પુખ્ત વયના થશે ત્યાપે, નવું ખાતું ખોલવાનું ફોર્મ અને કેવાયસી સંબંધિત દસ્તાવેજો પોસ્ટ ઓફિસમાં જમા કરાવવાના રહેશે, જેના થકી એકાઉન્ટ તેના નામે ટ્રાન્સફર થઈ જશે.
- પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવા પર વ્યક્તિને એટીએમ કાર્ડ, ઈ-બેંકિંગ અથવા મોબાઈલ બેકિંગ, અટલ પેન્શન યોજના,પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની સાથે ચેકબુકની સુવિધા મળે છે.