khissu

1 જાન્યુઆરી 2022થી બદલાઈ રહ્યા છે તમારા જીવન સાથે જોડાયેલા નિયમો

થોડા દિવસ પછી વર્ષ બદલાઈ જશે તેની સાથે સાથે તમારી લાઈફ સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં બગલાઈ જશે. તમને જણાવી દઈએ 1 જાન્યુઆરી 2022થી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે જેને જાણવા તમારા માટે ખુબ જરૂરી છે. આ નિયમોમાં બેંકમાં પૈસા જમા કરાવવાથી લઈને ઉપાડવા અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડને લગતા નિયમોનો સમાવેશ થાય છે.

1- LPG સિલિન્ડરની કિંમતમાં થશે ફેરફાર
આ ઉપરાંત LPG ના ભાવ દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે. આ વખતે જોવાનું રહેશે કે 1 જાન્યુઆરી 2022ના રોજ નવા વર્ષના દિવસે સિલિન્ડરના ભાવ વધે છે કે કેમ.

2- ગૂગલના નિયમો બદલાશે
હવે નવા વર્ષથી તમારા પેમેન્ટ કાર્ડની વિગતો Google Play Store પર સાચવવામાં આવશે નહીં. જે પહેલેથી દાખલ કરેલ માહિતી છે તેને કાઢી નાખવામાં આવશે. ચુકવણી કરવા માટે તમારે તમારી માહિતી ફરીથી દાખલ કરવાની જરૂર પડશે.

3- ATMમાંથી પૈસા ઉપાડવા મોંઘા થશે
1 જાન્યુઆરીથી જો ગ્રાહકો ફ્રી એટીએમ ટ્રાન્ઝેક્શનની મર્યાદાને વટાવશે તો તેમણે વધુ ચાર્જ આપવો પડશે. તમને જણાવી દઈએ કે, જૂન મહિનામાં ભારતીય રિઝર્વ બેંકએ બેંકોને એટીએમમાંથી મફત માસિક ઉપાડ માટે 1 જાન્યુઆરી, 2022થી એક લિમિટ કરતાં વધુ ચાર્જ વધારવાની મંજૂરી આપી હતી. દરેક બેંક દર મહિને રોકડ અને નોન-કેશ એટીએમ ટ્રાન્ઝેક્શન આપે છે. હવે 1 જાન્યુઆરીથી ફ્રી લિમિટ પછી ચાર્જ ચૂકવવો પડશે.

4- રોકડ ઉપાડવા માટે ચાર્જ ચૂકવવો પડશે
આ અંગે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતાધારકોએ એક મર્યાદામાંથી રોકડ ઉપાડવા અને જમા કરાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ નિયમ 1 જાન્યુઆરી, 2022થી લાગુ થવા જઈ રહ્યો છે. IPPBમાં ત્રણ પ્રકારના સેવિંગ ખાતા ખોલી શકાય છે. જેમાં અનેક પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આ અંગે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકના જણાવ્યા પ્રમાણે બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર મહિને ચાર વખત રોકડ ઉપાડશો તો કોઈ ચાર્જ નહીં લાગે પરંતુ તે પછી દરેક ઉપાડ માટે ઓછામાં ઓછા 25 રૂપિયા ચૂકવવા પડશે.

5- ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નિયમો બદલાશે
તમને જણાવી દઈએ કે, 1 જાન્યુઆરીથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાની રીત બદલાઈ જશે. હકિકતમાં ઓનલાઈન પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે RBI એ નિયમોમાં ફેરફાર કર્યો છે. હવે નવા નિયમ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે તમારે 16 અંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ નંબર સહિત કાર્ડની તમામ વિગતો ભરવાની રહેશે. જેથી હવે મરચન્ટ વેબસાઇટ કે એપ ઓનલાઈન શોપિંગ અને ડિજિટલ પેમેન્ટ દરમિયાન તમારા કાર્ડની વિગતો સ્ટોર કરી શકશે નહીં.નાખવામાં આવશે.