khissu

કોરોના વેકસીનનો બીજો ફેઝ શરૂ, પી.એમ નરેન્દ્ર મોદીએ પણ કરાવ્યું વેકસીનેશન

દેશમાં જે કોરોના વેકસીન આપવામાં આવી રહી છે તેને ભારત બાયોટેક દ્વારા બનાવવામાં આવી છે. જેને લઈને ઘણાં વિવાદો પણ ચાલી રહ્યા છે. ભારત બાયો ટેક ને સીરામ ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે પણ વિવાદ થયા હતા. આ ઉપરાંત લોકોને કોરોના વેકસીન પર શંકા થઈ રહી હતી.

જ્યારથી ભારતમાં કોરોના વેકસીન લાગવાવમાં આવી રહી છે ત્યારથી જ ઘણા વિવાદો ચાલી રહ્યા છે. જોકે કોરોના વેકસીન આપવાથી તાવ તથા ચક્કર આવવા જેવી સામાન્ય સાઈડ ઇફેક્ટ થતી જોવા મળી રહી હતી જેથી લોકોને વેકસીન પર શંકા થવા લાગી. 

કોરોના વેકસીનથી સર્જાતી આ બીમારીઓ ને કારણે વિરોધ પક્ષો અને કોંગ્રેસ પણ સવાલ ઉઠાવતા હતા. આ ઉપરાંત લોકોને કોરોના પ્રત્યે વિશ્વાસ અપાવવા સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્રમોદી વેકસીન લગાવે તેવી ચેલેન્જ મૂકી હતી. જોકે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અજીત શર્માએ વેકસીનની શરુઆતમાં જ નિવેદન આપ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી તથા ભાજપના વરિષ્ઠ નેતાઓએ સૌપ્રથમ વેકસીન લગાવવી જોઈએ. 

જોકે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લગાવ્યો છે. હાલ દેશમાં કોરોના વેકસીનના બીજા તબક્કાની શરૂઆત સોમવારથી થઈ ચૂકી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્રમોદી સોમવારે સવારે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો અને સંદેશ આપ્યો કે, દરેક લોકો આ વેકસીન લે જે લેવા યોગ્ય જ છે અને આપણે સાથે મળીને ભારતને કોરોનામુક્ત બનાવીશું. આમ જે લોકો હવે વેકસીનને લઈને વિવાદો સર્જતાં હતા તે શાંત થઈ જશે.

હાલ દેશમાં કોરોના વેકસીનનો બીજો ફેઝ શરૂ થઈ ગયો છે જેમાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને તથા ૪૫ વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી આપવામાં આવશે. સરકાર દ્વારા ગંભીર બીમારીની યાદી પણ બનાવી છે જેથી ગંભીર બીમારીવાળા લોકો માટે ડોકટરનું પ્રમાણપત્ર આવશ્યક રહેશે.

જોકે સરકારી હોસ્પિટલમાં કોરોના રસી વિનામૂલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલમાં કોરોના રાસીના એક ડોઝ માટે ૨૫૦ રૂપિયા ચૂકવવા પડશે. જેમાં ૧૫૦ રૂપિયા રસીના અને ૧૦૦ રૂપિયા સર્વિસ ચાર્જ રહેશે.