khissu

પતંગોત્સવ ઉજવવાને લઈને રાજ્ય સરકાર આપી શકે છે મહત્વનો નિર્ણય

કોરોના કાળમાં એક પછી એક તહેવારો પર રોક લગાવવામાં આવે છે ત્યારે હવે આવનારી મકરસંક્રાતિ નિમિતે ઉજવાતા પતંગોત્સવ બાબતે ચર્ચા ચાલી રહી છે.

હાલ રાજ્યમાં રાત્રિ દરમ્યાન 4 મહાનગરોમાં કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે. બ્રિટનમાં નવા કોરોના સંક્રમણને કારણે ભારત સહિત અન્ય દેશો એ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે કોરોના સંક્રમણને કારણે આંતરરષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન મુદ્દે વિચારણા ચાલી રહી છે.

રાજ્ય સરકાર કોરોના મહામારી ની વચ્ચે હાલ કોઈ વધારાનો ખર્ચ કરવા માંગતી નથી એવામાં પતંગોત્સવ ના ખર્ચ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. આંતરરષ્ટ્રીય પતંગોત્સવમાં અંદાજે 2 કરોડ જેટલો ખર્ચ થતો હોય છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને વિચારણા કરવામાં આવશે.

હાલ રાજ્યમાં 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યું લાગેલું છે. આ વખતે વિદેશી પતંગબાજો ની આવવાની સંભાવના પણ ઓછી છે.

રાજકોટમાં ઉતરાયણના તહેવારને લઈને પોલીસ કમિશ્નરે થોડા દિવસ પહેલા જાહેરનામું બહાર પાડયું હતું જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ નહીં રાખે તો દંડ થશે. આ ઉપરાંત જાહેરમાં ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ, ધાબા પર લાઉસ્પીકર વગાડવા પર પ્રતિબંધ, ચાયનીઝ ટુંકલ તેમજ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.