khissu

E-Cycles સબસિડીઃ હવે સરકાર આપે છે રૂપિયા 5,500 ની સબસિડી, માત્ર આધાર કાર્ડની છે જરૂર

જો તમે ઈ-સાયકલ ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે આધાર કાર્ડ છે, તો આ તમારા કામના સમાચાર છે. દિલ્હીમાં ઈ-સાઈકલ ખરીદનારા લોકોને સરકાર તરફથી સબસિડી મળશે. આ માટે દિલ્હી સરકાર ટૂંક સમયમાં એક માર્ગદર્શિકા બહાર પાડશે. ગયા મહિને જ રાજ્ય સરકારે ઈ-સાયકલ ખરીદનારાઓને સબસિડી આપવાની જાહેરાત કરી હતી.

10 હજારની સાયકલ પર મળશે સબસિડી 
દિલ્હી સરકાર 10,000 રૂપિયા સુધીની સાયકલ પર સબસિડી આપશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, માર્ગદર્શિકા એક અઠવાડિયામાં આવશે.

દિલ્હીવાસીઓને આપવામાં આવશે સબસિડી
કેજરીવાલ સરકારે ઈ-સાયકલને પ્રોત્સાહન આપવા માટે એક સ્કીમ જાહેર કરી હતી. આ હેઠળ, પ્રથમ 10,000 ઇલેક્ટ્રિક સાયકલ ખરીદનારાઓને 5,500 રૂપિયા સુધીની સબસિડી મળશે, જ્યારે પ્રથમ 1,000 ખરીદનારને 5,500 અને 2,000 રૂપિયાનો અલગ લાભ મળશે.

ઈ-કાર્ટ ખરીદનારાઓને 15,000 સબસિડી
ઇ-સાઇકલના પ્રારંભિક 1,000 ખરીદદારો માટે દિલ્હી ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નીતિ હેઠળ રૂ. 2,000 ની વધારાની સબસિડીની પણ જાહેરાત કરવામાં આવી હતી. સરકારે કોમર્શિયલ ઉપયોગ માટે કાર્ગો ઈ-સાયકલ અને ઈ-કાર્ટના પ્રથમ 5,000 ખરીદદારો માટે રૂ. 15,000ની સબસિડીને પણ મંજૂરી આપી છે.

ઈ-સાયકલને પ્રોત્સાહન આપવાની સરકારની યોજના
દિલ્હી સરકાર ઈ-સાયકલને પ્રોત્સાહન આપવાની યોજના ધરાવે છે. આ અંતર્ગત સબસિડી આપવામાં આવી રહી છે. હવે વાહન ખરીદનારી કંપની અથવા કોર્પોરેટ હાઉસને 30,000 રૂપિયાની સબસિડી પણ આપવામાં આવશે. દિલ્હી સરકાર પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે ઈ-સાઈકલને પ્રોત્સાહન આપી રહી છે. આધાર કાર્ડ ધરાવતા લોકોને જ સબસિડી આપવામાં આવશે.