khissu

પૈસા ન આપતા ગામના લોકો મડદું લઈને બેન્કમાં ગયા, બેન્ક કર્મચારીઓ ચોંકી ગયા

બિહારમાં આવેલા પટનામાં એક ગામમાં અચરજ પામે તેવી ઘટના બની જેમાં ગામના લોકો પૈસા ઉપાડવા માટે મડદું લઈને બેન્ક ઓફીસ પહોંચ્યા.


જી હા મિત્રો, પટનામાં બનેલો આ કિસ્સો સિંગરિવાન ગામનો છે જ્યાં કેનરા બેન્કે પૈસા ન આપતા ગામલોકો મૃત શરીરને જ બેન્ક ઓફિસમાં લઈ આવ્યા હતાં જેમાં લાંબા સમય સુધી માથાકૂટ ચાલી હતી લગભગ  ત્રણ કલાક સુધી મૃતદેહ બેંકમાં રહ્યો.


વાત એમ હતી કે પટનાને અડીને આવેલા શાહજહાપુર ના સિંગરિવાન ગામમાં રહેતા મહેશ યદાવનું બીમારીને કારણે મૃત્યુ થયું હતું. મહેશની ઉમર 55 વર્ષ હતી પણ તેના લગ્ન થયા ન હતા તેથી કોઈ વારસદાર હતું નહીં. જેથી બેન્ક પૈસા આપવાની ના પાડી રહી હતી. છેવટે ગામના લોકો મહેશની લાશને જ બેન્કમાં લઈ આવ્યા અને ખૂબ માથાકૂટ ના અંતે બેંક મેનેજરે પોતાના ખિસ્સામાંથી 10 હજાર રૂપિયા કાઢીને આપ્યા અને મામલો જતો કર્યો.


મહેશના બેન્ક ખાતામાં એક લાખ રૂપિયા અઢાર હજાર રૂપિયા હતા પરંતુ બેન્કની પોલિસી પ્રમાણે મહેશનું કોઈ વારસદાર ન હોવાથી પૈસા આપી ન શકે અને મહેશે કેવાયસી પણ કરાયું ન હતું છેવટે બેંક મેનેજરે પોતાના ખિસ્સામાંથી 10 હજાર કાઢીને આપ્યા.