khissu

Ipl 2020 માં થયો અજીબ ડ્રામા ખેલાડીને આઉટ આપીને વગર રીવ્યુ એ નોટ આઉટ આપવામાં આવ્યો

ક્રિકેટ જેવી રમતમાં અમ્પાયરની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. ક્યારેક અમ્પાયરની એક નાની અમથી ભૂલ આખી મેચ પલટાવવાની ક્ષમતા રાખતી હોય છે. Ipl જેવી મોટી ટુર્નામેન્ટમાં દેશ વિદેશના ખેલાડીઓ રમતા હોય, અને કોમ્પિટિશન નું સ્તર ખૂબ જ અઘરું હોય ત્યારે એક ખોટો નિર્ણય પણ બહુ મોટો ફેરફાર લાવી શકે.

રાજસ્થાન રોયલ્સ (Rajsthan royals) ને ચેન્નઇ સુપરકિંગ (chennai super kings) વચ્ચેની મેચમાં પણ કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. જેમાં અમ્પાયરે ખોટો નિર્ણય લઈ અને પછી ત્રીજા અમ્પાયરની મદદ થી તે નિર્ણયને ફેરવવામાં આવ્યો હતો. 

ક્રિકેટના નિયમો પ્રમાણે એક વખત અમ્પાયર આઉટ કે નોટ આઉટ નો નિર્ણય આપી દે, પછી એ નિર્ણય અંતિમ નિર્ણય હોય છે. જો ટીમ કે ખેલાડી ને તે નિર્ણય પલટાવવો હોય તો રીવ્યુ લેવાની જરૂર પડે છે.  રીવ્યુ લીધા વગર એ અમ્પાયરના નિર્ણય ને પડકારી શકાતો નથી. પરંતુ આઈપીએલની મેચમાં કંઈક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. 

થયું એવું કે, બોલર deepak chahar ની બોલિંગમાં tom curran બેટિંગ કરી રહ્યો હતો. બેસ્ટ મેને એક બોલમાં ફૂલ શોટ મારવાની કોશિશ કરી, પરંતુ તે બોલ તેના પેડ સાથે ટકરાઈને ધોનીએ કેચ કરી લીધો. બોલર ની અપીલ પછી અમ્પાયર શમશુદ્દીને આઉટ નો ઈશારો કરી દીધો. બેસ્ટ મેને રીવ્યુનો ઈશારો કર્યો પરંતુ રાજસ્થાન રોયલ્સ પાસે એક પણ રીવ્યુ બચ્યો ન હતો. જેથી અમ્પાયરનો નિર્ણય ફરી શકે તેમ ન હતો.

પછી steve smith અને tom curran અમ્પાયર સાથે લાંબી વાતચીત કરી. અંતે નિર્ણય અમ્પાયર પાસે રીવ્યુ લેવામાં આવ્યું. જેમાં બેસ્ટ મેન નોટ આઉટ આપવામાં આવ્યો. આ પછી મહેન્દ્રસિંહ ધોની પણ અમ્પાયર સાથે વાતચીત કરતો જોવા મળ્યો.

આ પહેલા પણ એક ખરાબ ખરાબ નિર્ણયના કારણે પંજાબ મેચ હારી ચૂક્યું છે.

Ipl 2020 માં આ પહેલો મોકો ન હતો, જ્યાં અમ્પાયરિંગ ચર્ચામાં હતું. આ પહેલા કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ મેચમાં અમ્પાયરે એક રન ને શોર્ટ રન આપ્યો હતો. જેના કારણે મેચ ટાઈ થઈ હતી અને સુપર ઓવરમાં પંજાબ મેચ હારી ગયું હતું. તમને શું લાગે છે કે એ આઈપીએલમાં રીવ્યુ ની સંખ્યા વધારવી જોઈએ કે નહીં? તમારા વિચાર કોમેન્ટ કરો...