આજકાલ ચાલી રહેલા ટ્રેન્ડ મુજબ માસ્ક પહેરવું ફરજીયાત છે એવામાં પોલીસ પણ માસ્ક ન પહેર્યું હોય તો દંડ વસુલે છે. પોલીસની તો ફરજ હોય છે તેને ઉપરથી કહેવામાં આવે છે કે તે દંડ વસુલે અને જ્યારે આ લોકો દંડ વસુલે છે કેટલાક લોકો તેને અપમાનિત પણ કરતા હોય છે.
આવી જ એક ઘટના બની છે જે મુજબ, સેટેલાઇટ વિસ્તારમાં ફરજ બજાવતા મહિલા PSI માસ્ક ન પહેરનાર લોકો સામે કાર્યવાહી કરી રહ્યા હતા એવામાં ઈસરો તરફથી એક ગાડી આવી કે જેમાં બેઠેલી એક મહિલાએ માસ્ક પહેર્યું ન હતું જેથી પોલીસે કાર ને રોકી.
કારમાં બેઠેલી મહિલાએ દંડ નહીં ભરું કહી જણાવી ગેરશબ્દો બોલ્યા જેમાં ' તું હલકી છે, પૈસા ભેગા કરવા ઉભી છે, ચાલતી થા, હું દંડ નથી ભરવાની, ચલ ફૂટ' જેવા અપમાનજનક શબ્દો કહ્યા. આ અંગે તે મહિલા પર કાર્યવાહી કરવામાં આવી છે