વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનું નામ પહેલાં સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ હતું અને હાલ તેને બદલી નાખીને નરેન્દ્રમોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. આમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેના જ રાજ્યમાં એક મોટી ભેટ મળી તેમ કહી શકાય.

મહત્વની વાત તો એ છે કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જ્યારે તખતીનું ઉદ્દઘાટન કર્યું ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે મોટેરા સ્ટેડિયમ અત્યાર સુધી તો સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે જાણતી હતું પરંતુ હવે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ બની ગયું હોવાથી ગુજરાત ક્રિકેટ એસોસિયેશનએ તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરિવર્તિત કરી દીધું.

જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ આ સપનું જોયું હતું ત્યારે તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અને ત્યારે આ સ્ટેડિયમ સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું જે 25 વર્ષ જૂનું હતું. તેનો એક ભાગ જર્જરિત હાલતમાં હતો પરંતુ નરેન્દ્રભાઇ મોદી પ્રધાનમંત્રી બનતા જ આ જુના સ્ટેડિયમના નિર્માણ કાર્યમાં વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

જોકે, સરદાર પટેલનું નામ હટાવતા કોંગ્રેસ દ્વારા તેનો ખૂબ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકાર પર પ્રહાર કરતા હાર્દિક પટેલે કહ્યું કે, દુનિયાના સૌથી મોટા સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ નું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાયું છે તેથી આ સરદાર પટેલનું અપમાન ગણાય. ગુજરાતની જનતા આ અપમાન સહન કરશે નહિ.

1,32,000 સીટની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન 24 ફેબ્રુઆરીથી કરવામાં આવશે જેમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે/નાઇટ પિંક બોલ મેચ રમાશે. પરંતુ કોરોના વાઈરસના કારણે ફકત 50% ક્ષમતા સાથે જ પ્રેક્ષકોને એન્ટ્રી આપવામાં આવશે.

આ નવા સ્ટેડિયમ વિશે ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, "આ એક અદ્ભુત લાગણી છે, આ એક ખૂબ જ મોટું  સ્ટેડિયમ છે અને અમે બધા મોટેરા ખાતે પ્રથમ ગુલાબી બોલ ટેસ્ટ મેચ રમવા માટે ઉત્સુક છીએ."