ગુજરાતમાં આવેલી 5 હજાર બેન્કોના કર્મચારીઓ આવતી કાલથી બે દિવસ 15/03/2021 અને 16/03/2021 દિવસ હડતાલ પર રહેશે. જેથી બે દિવસ માટે બેંકિંગ નુ કામ બંધ રહશે. સરકાર છેલ્લા ચાર વર્ષ સુધીમાં 14 સરકારી બેંકોનું વિલીનીકરણ કરી ચૂકી છે. હાલ દેશમાં કુલ 12 સરકારી બેંકો રહી છે. તે હવે ઘટીને 10 થઈ જશે.
બેંકોમાં હડતાલ શા માટે ?
સરકાર દ્વારા બેંકોનું ખાનગીકરણ થશે. જેથી બેંકમાં રહેલ 146 લાખ કરોડ રૂપિયા ખાનગી પાર્ટીઓના હાથમાં જશે અને જો વ્યવહારો ચોક્કસ રીતે નહિ થાય તો રોકાણ કરનાર કરોડો લોકોને પૈસા ગુમાવવાનો વારો આવશે. ગુજરાતમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડા ના કર્મચારીઓ હડતાલમાં જોડાશે નહિ.
પરંતુ આ હડતાલને કારણે તમારા બેંકિંગનું કામકાજ બંધ નહીં રહે. તમારી પાસે પેમેન્ટ અને લેવડ-દેવડ માટે તમે ઈન્ટરનેટ બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરો શકો છો અને બેંક તરફથી જે મોબાઈલ એપ બહાર પાડવામાં આવેલી હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો.
આજે એસબીઆઇ ના ગ્રાહકો UPI PAYMENT નો ઉપયોગ કરી શકશે નહિ કારણ કે SBI એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સૂચના આપી હતી તે અનુસાર ગ્રાહકના અનુભવોને સારા બનાવવા 14 માર્ચે બેંક UPI પ્લેટફોર્મ ને અપડેટ કરશે. મિડીયા ના માધ્યમથી મળતી માહિતી અનુસાર 10 લાખથી વધુ કર્મચારીઓ સામેલ થશે જેના કારણે બેંકિંગ કામકાજ પર અસર પડશે.