ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની ટીમમાં થશે આટલા બદલાવો, જુઓ કોને મળ્યું ટીમમાં સ્થાન

ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતની ટીમમાં થશે આટલા બદલાવો, જુઓ કોને મળ્યું ટીમમાં સ્થાન

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરીઝ, ગાવસ્કર બોર્ડર ટ્રોફી ચાલી રહી છે. પહેલી ટેસ્ટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ખૂબ જ ભૂંડી રીતે હાર્યું હતું. ત્રીજી ઇનિંગ્સમાં તો ભારતની ટીમ માત્ર ૩૯ રન જ બનાવી શકી હતી. 


આવતીકાલે જ્યારે બંને ટીમો એકબીજા નો સામનો કરવા માટે મેલબોર્નમાં ઉતરશે ત્યારે, તેમની નજર ટેસ્ટ મેચ જીતવા પર હશે. પહેલી ટેસ્ટ મેચમાં ભારતના બેસ્ટમેન નું ખરાબ પ્રદર્શન જોતા ટીમમાં ઘણા ફેરફાર થવાની પ્રબળ સંભાવના હતી.


જે સાચી પડી છે. મેચની આગલી સાંજે જાહેર કરવામાં આવેલી ટીમમાંથી ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ બીજી ટેસ્ટમાં કયા ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું અને કોને બહાર બેસવાનો વારો આવ્યો.


વિરાટ વિરાટ કોહલી ની જગ્યાએ રહાણે હશે કેપ્ટન

ભારતના રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલી અનુપલબ્ધ હોવાના કારણે તેની જગ્યાએ ઉપ કપ્તાન રહાણે ભારતીય ટીમની કમાન સંભાળશે. કોહલી પિતા બનવાનો હોવાથી તે પરત ભારત આવવા રવાના થઇ ગયો છે.


કોહલીની જગ્યાએ રવિન્દ્ર જાડેજા બીજા સ્પિનર તરીકે સામેલ

વિરાટ કોહલી ભારત આવવા રવાના થઇ ગયો હોવાથી, તેના સ્થાને ટીમમાં રવીન્દ્ર જાડેજાને સામેલ કરવામાં આવ્યો છે. રવિન્દ્ર જાડેજા ટીમમાં બીજા સ્પિનર નું કામ કરશે. જ્યારે કોહલી ના સ્થાને ચાર નંબર પર બેટિંગ કરવા હનુમા વિહારી આવશે.


શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ પોતાની પહેલી ટેસ્ટ મેચ રમશે

પહેલી ટેસ્ટમાં પૃથ્વી શો ના ખરાબ ફોર્મને કારણે બીજી ટેસ્ટમાં ગિલ ઓપનર તરીકે ડેબ્યુ કરશે. જ્યારે ઈજાના કારણે મોહમ્મદ શમી પુરી સિરીઝમાંથી બહાર થઈ ગયો હોવાથી, તેના સ્થાને મોહમ્મદ સિરાજ ભારત તરફથી પોતાની પહેલી મેચ રમશે.


મેચ સમય મુજબ સવારે વહેલા પાંચ વાગ્યે શરૂ થઈ જશે. ચેનલ લાઈવ પ્રસારણ સોની ટીવી નેટવર્ક અથવા તો સોની લિવ એપ્લીકેશન પર જોઈ શકાશે. તમારા મુજબ ટીમમાં કોને સામેલ કરવાની જરૂર હતી કોમેન્ટ માં જણાવો.