khissu

આ 10 શેરે છેલ્લા 3 વર્ષમાં આપ્યું 50%થી વધુનું રિટર્ન, રોકાણકારો થઈ ગયા માલામાલ

હાલના સમયમાં શેરબજારમાં નવા નવા રોકાણકારો રોજ બરોજ વધી રહ્યા છે, શેરબજાર પણ વર્તમાન સમયમાં ટોંચની સપાટીએ જોવા મળી રહ્યુ છે. એવામાં રોકાણકારો પણ એવા શેરો પર દાવ લગાવાનું પસંદ કરે છે જેમા સારૂ રિટર્ન મળે,  જો કે દરેક વ્યક્તિ આવા શેર શોધવામાં સફળ રહેતી નથી. તો ચાલો આજે અમે તમને માર્કેટના એવા 10 શેરો વિશે જણાવીશું જેમણે છેલ્લા 3 વર્ષમાં તેના રોકાણકારોને માલામાલ કરી દીધા છે. તમને જણાવી દઈએ કે આ શેર તેવી કંપનીઓમાંથી જ પસંદ કરવામાં આવ્યા છે જે કંપનીનું માર્કેટ કેપ રૂ. 5,000 કરોડથી વધુ છે.

આ છે ટોપ-10 શેર જેમણે આપ્યું છે તગડું રિટર્ન

ટેન્લા પ્લેટફોર્મ્સ(Tanla Platforms): 2021ના કેલેન્ડર વર્ષમાં આ શરે અત્યાર સુધીમાં 168 ટકા વધી ગયો છે. આ ઉપરાંત 2020ની વાત કરીએ તો 867 ટકા જ્યારે 2019માં 131 ટકાનો વધારો નોંધાયો હતો.

એસઆરએફ(SRF): 2021ના વર્ષમાં આ શેર અત્યાર સુધીમાં 95 ટકા વધ્યો છે. આ ઉપરાંત 2020માં 62 ટકા જ્યારે 2019માં 72 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

અદાણી ટોટલ ગેસ(Adani Total Gas): 2021ના કેલેન્ડર વર્ષમાં આ શેરમાં અત્યાર સુધીમાં 355 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો બીજી તરફ 2020માં આ શેરમાં 130 ટકા જ્યારે 2019માં 61 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

ડિક્સન ટેક્નોલોજીસ (Dixon Technologies, India): આ સ્ટોકમાં અત્યાર સુધીમાં 105 ટકા વધારો નોંધાયો છે. આ ઉપરાંત 2020માં 253 ટકા તો 2019માં 85 ટકાનો વધારો નોંધાયો હતો.

ગુજરાત ગેસ(Gujarat Gas): તો બીજી તરફ 2021ના કેલેન્ડર વર્ષમાં આ શેર અત્યાર સુધીમાં 66 % વધ્યો છે. આ ઉપરાંત 2020માં 59 ટકા જ્યારે 2019માં 77 ટકાનો વધારો નોંધાયો હતો.

જેકે સિમેન્ટ(JK Cement): 2021માં આ શેરમનાં અત્યાર સુધીમાં 79 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે આ શેરમાં 2020માં 64 ટકા અને 2019માં 64 ટકાનો વધારો નોંધાવ્યો હતો.

દીપક નાઇટ્રાઇટ(Deepak Nitrite): દીપક નાઇટ્રાઇટ કેલેન્ડર વર્ષમાં 2021માં અત્યાર સુધીમાં 142 ટકા વધ્યો છે. આ ઉપરાંત 2020માં 153 ટકા જ્યારે 2019માં 69 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

એપીએલ એપોલો ટ્યૂબ(APL Apollo Tubes): જો એપીએલ એપોલો ટ્યૂબની વાત કરીએ તો કેલેન્ડર વર્ષ 2021માં આ શેર અત્યાર સુધીમાં 138 ટકા વધ્યો છે. જ્યારે 2020માં 136 ટકા અને 2019માં 62 ટકાનો વધારો નોંધાયો હતો.

એપોલો ટ્રીકોટ ટ્યૂબ્સ(Apollo Tricoat Tubes): 2021માં આ શેર અત્યાર સુધીમાં 112 ટકા વધી ચૂક્યો છે. જેમાં 2020માં 188 ટકા અને 2019માં 123 ટકાનો વધારો જોવા મળ્યો હતો.

એચએલઈ ગ્લાસકોટ(HLE Glascoat): તમને જણાવી દઈએ કે, 2021માં આ શેરમાં અત્યાર સુધીમાં 277 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. આ સિવાય 2020માં તેમાં 224 ટકા જ્યારે 2019માં 142 ટકાનો વધારો નોંધાય હતો.