નવા વર્ષથી લાગુ થશે આ 5 નિયમો, ખિસ્સા પર વધશે બોજ, જાણી લેજો

નવા વર્ષથી લાગુ થશે આ 5 નિયમો, ખિસ્સા પર વધશે બોજ, જાણી લેજો

નવા વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ છે. અને જાન્યુઆરીના પ્રથમ દિવસથી જ દેશભરમાં કેટલાક નવા નિયમો આજથી લાગુ. આ નવા નિયમો સામાન્ય જનતાના ખિસ્સા પર અસર કરશે. આ આર્ટિકલમાં જાણો કે 1 જાન્યુઆરી, 2025થી દેશભરમાં કયા મહત્વપૂર્ણ નવા નિયમો અમલમાં આવી રહ્યા

એલપીજી સિલિન્ડર આટલું સસ્તું થઈ ગયું
19 kg LPG સિલિન્ડરની નવી કિંમતો 1 જાન્યુઆરી 2025 ના રોજ, વર્ષના પ્રથમ દિવસે જાહેર કરવામાં આવી છે. IOCLની વેબસાઈટ પર અપડેટ કરાયેલા ભાવ અનુસાર, રાજધાની દિલ્હીમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1 જાન્યુઆરીથી 1804 રૂપિયા થઈ ગઈ છે (દિલ્હીમાં એલપીજી કિંમત), જે 1 ડિસેમ્બરે 1818.50 રૂપિયા હતી. એટલે કે એક સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો થયો છે.

ફિક્સ્ડ ડિપોઝિટના નવા નિયમ
RBIએ એનબીએફસી અને હાઉસિંગ ફાયનાન્સ કંપનીઓ માટે ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે અને ડિપોઝિટની સુરક્ષા સુનિશ્ચિત કરાશે.

જાન્યુઆરીમાં સાત દિવસ બેન્કો બંધ
ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં કુલ સાત દિવસ બેન્કો બંધ રહેશે. જેમાં એક મકરસંક્રાતિની રજા તેમજ ચાર રવિવાર અને બીજો-ચોથો શનિવાર સામેલ છે. દેશભરમાં વિવિધ રાજ્યોમાં કુલ 15 દિવસ બેન્ક બંધ રહેવાની છે. જોકે, RBIનું સત્તાવાર હોલિડે લિસ્ટ જાહેર નથી થયું.

શું તમારે સફેદ દાગથી છુટકારો મેળવવો છે... તો વધુ માહિતી માટે અહીંયા ક્લિક કરો.

UPI 123Pay મર્યાદા વધી
ભારતીય રિઝર્વ બેંકે ફીચર ફોન યુઝર્સ માટે શરૂ કરવામાં આવેલી UPI 123Pay સેવાની મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. અગાઉ, વપરાશકર્તાઓ આ દ્વારા એક સમયે મહત્તમ 5,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકતા હતા. આ મર્યાદા હવે 1 જાન્યુઆરી, 2025 થી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. સ્માર્ટફોન યુઝર્સ માટે દૈનિક મર્યાદા હાલમાં માત્ર 1 લાખ રૂપિયા છે. જો કે, યુઝર્સને હોસ્પિટલના બિલ સહિત અનેક આવશ્યક સુવિધાઓ માટે UPI પેમેન્ટ કરવા માટે 5 લાખ રૂપિયા સુધીની મર્યાદા આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં WhatsApp કામ નહીં કરે
વિશ્વના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp માટેનો સપોર્ટ કેટલાક જૂના એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ પર બંધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને Android KitKat પર કામ કરતા સ્માર્ટફોન પર, WhatsApp આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2025થી કામ કરશે નહીં. મેટાએ થોડા મહિના પહેલા તેના બ્લોગ દ્વારા આ માહિતી આપી હતી. ગૂગલની આ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ લગભગ 10 વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી.

જૂની ઓપરેટિંગ સિસ્ટમમાં સુરક્ષા સમસ્યાઓના કારણે વોટ્સએપે તેના સપોર્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. વોટ્સએપનો ઉપયોગ કરવા માટે યુઝર્સને હવે નવા મોબાઈલ ડિવાઈસની જરૂર પડશે. જો કે, આ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરતા Samsung, Motorola, HTC, LG અને Sonyના બહુ ઓછા સ્માર્ટફોન લોકો વાપરે છે.

Amazon Prime થી સંબંધિત નિયમો
એમેઝોન પ્રાઇમ વીડિયો ઓટીટી માટેની ઉપકરણ મર્યાદા આજથી એટલે કે 1 જાન્યુઆરી, 2025થી ઘટાડી દેવામાં આવી છે. વપરાશકર્તાઓ એક સાથે વધુમાં વધુ બે ટીવી પર એમેઝોન પ્રાઇમ વીડિયો એક્સેસ કરી શકશે. બે કરતાં વધુ ટીવી પર પ્રાઇમ વિડિયો ઍક્સેસ કરવા માટે, વપરાશકર્તાઓએ એક અલગ સબસ્ક્રિપ્શન ખરીદવું પડશે. જો કે, કંપનીએ હજી સુધી મોબાઇલ ઉપકરણોની મર્યાદા વિશે માહિતી શેર કરી નથી.