khissu

નવરાત્રીમાં કરવા પડશે આ નિયમોનું પાલન | નવરાત્રી ગાઇડલાઈન જાહેર

કોરોના કાળમાં નવરાત્રી ને લઈને શેરી ગરબાને મંજૂરી મળી છે તો સાથે ઘણા નિયમો નું પાલન પણ કરવું પડશે. કન્ટેન્મેન્ટ ઝોન ની અંદર કોઈપણ પ્રકારના કાર્યક્રમો આયોજિત નહીં કરી શકાય જેમાં ભીડ નહીં કરવા અને સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું રહેશે. કન્ટેન્મેન્ટ ઝોન માં રેલીઓ જેવા કાર્યક્રમોની પણ મનાઈ છે તો ગરબા જેવા કાર્યક્રમ પણ નહીં કરી શકાય.

શેરીઓમાં ગરબા કરવાની છૂટ મળી છે તો ઘણા નિયમોનું પાલન કરવું પડશે. શેરીઓમાં 200થી વધુ માણસોને ભેગા થવાની મનાઈ છે. કાર્યક્રમ દરમિયાન સાફ-સફાઈ રાખવી તેમજ જૂતા-ચપ્પલની વ્યવસ્થિતતા રાખવાની કાળજી જે તે કાર્યક્રમના આયોજકોએ રાખવી પડશે અને જે જગ્યાએ કાર્યક્રમ કરવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરા ફરજિયાત થશે. વધુમાં કાર્યક્રમ દરમિયાન રેકોર્ડેડ ગીતો જ વગાડાશે. સામૂહિક  ગાવા વગાડવાના કાર્યક્રમની મનાઈ છે.

માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ના પાલન સાથે 200થી વધુ નહીં તે રીતે ભેગા થવાનું રહેશે પરંતુ આ દરમિયાન જો કોઈ એક વ્યક્તિને સંક્રમણ હશે તો કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિને કોરોના ગ્રસ્ત કરવામાં આવશે.