khissu

જાણવાંં જેવું: દુનિયાની એક એવી જગ્યા જ્યાં કોઈ પણ ઇલેક્ટ્રિક ઉપકરણ નથી ચાલતાં

નમસ્કાર મિત્રો...

અત્યારે એવો કોઈ ભાગ્યે જ વ્યક્તિ હશે જે લાઇટ કે વીજળી વગર રહી શકતો હોય. જેમ જેમ ટેક્નોલોજી વધી છે તેમ તેમ માણસ ટુંકો પડતો જાય છે. પણ તમે કોઈ દિવસ એવી જગ્યા નું નામ સાંભળ્યું છે કે જ્યાં જીપીએસ કે કોઈક ઇલેક્ટ્રિક ઉપકરણ ના ચાલતું હોય ? 

ઝોન ઓફ સાયલેન્સ નામની જગ્યા વિશ્વ ભરમાં પ્રખ્યાત છે. ઝોન ઓફ સાયલેન્સ વિશ્વભરના વૈજ્ઞાનીકો માટે રહસ્ય નું કેન્દ્ર બની ચૂક્યું છે. આ જગ્યા પર ન તો જી.પી.એસ. કામ કરે છે ન તો કોઈ ઇલેક્ટ્રોનિક સાધન.

આ જગ્યા ને મેક્સિકોમાં આવેલ ચિહુઆહુઆન રણ તરીકે ઓળખવામાં આવે છે. મેક્સિકોના આ રણમાં રેડિયો ફ્રીક્વન્સી શા માટે ચાલતી નથી ?  તે સંશોધનકારો આજદિન સુધી હકીકત શોધી શક્યાં નથી. આ સ્થળને *સાઇલેન્સ ઝોન" તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં જતા બધા ઇલેક્ટ્રોનિક વસ્તુ સંપૂર્ણપણે નકામા થઈ જાય છે.

આ જગ્યા ક્યાં છે ? એવી ખબર કેવી રીતે પડી ?

1970 માં અહીં પહોંચતાની સાથે જ એક અમેરિકન મિસાઇલ ક્રેશ થઈ ત્યારે આ સ્થળની શોધ પ્રથમ થઈ હતી. જ્યારે નિષ્ણાતો આ સ્થાન પર મિસાઇલ દુર્ઘટનાનું કારણ શોધવા માટે પહોંચ્યા, ત્યારે તેઓએ શોધી કાઢ્યું કે તેમનો જીપીએસ ઝડપથી ગોળાકાર ફરી રહ્યો છે.  જ્યારે તેમને ખબર પડી કે આ સ્થળે કોઈ ઇલેક્ટ્રોનિક સાધન કામ કરી રહ્યું નથી ત્યારે તેને આશ્ચર્ય થયું. 

ઘણી શોધખોળ પછી,  નિષ્ણાતોએ શોધી કાઢ્યું કે એ સ્થળ એક પ્રકારનું ડાર્ક ઝોન હતું જ્યાં ટીવી સિગ્નલ, રેડિયો તરંગ અથવા ઉપગ્રહ સંકેતો પહોંચતા નથી. જેના પછી આ સ્થાનને 'ઝોન ઓફ સાયલન્સ' નામ આપવામાં આવ્યું.

શા માટે આ જગ્યા પર ઇલેક્ટ્રિક સાધનો નથી ચાલતા ? તે જાણીએ..

આ ઘટના પછી તરત જ, મેક્સિકો સરકારે આ સ્થાન પર એક વિશાળ પ્રયોગશાળા તૈયાર કરી અને તેનું નામ 'ધ ઝોન' રાખ્યું. એવું કહેવામાં આવ્યું હતું કે આ રહસ્યો જાણવા માટે બનાવવામાં આવી છે. ઉપરાંત, આ વિચિત્ર સ્થાનના વનસ્પતિ અને જંતુઓ પર સંશોધન ચાલી રહ્યું છે.

સંશોધન પરથી જાણ થઈ કે સાયલેન્સ ઝોનમાં ચુંબકીય ગુણધર્મો છે, જેના કારણે અહીંનાં તમામ ઇલેક્ટ્રિક સાધનો કામ કરવાનું બંધ કરી દે છે. જો કે વૈજ્ઞાનીકો આજ સુધી નથી શોધી શક્યા કે આ ગુણધર્મ અહીંયા આવ્યો ક્યાંથી ?

ત્યાંના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે અહીંયા કોઈ બીજી દુનિયાની શકિત રહે છે. કેટલાક લોકોનું કહેવું છે કે અહીંયા એલિયન્સ રહે છે.