આજના સમયમાં ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો છે. લોકો દેશ-વિદેશ સાથે જોડાઇ રહ્યાં છે. તેથી જ તો ભારતની અમુક જૂની-પુરાણી વસ્તુઓ ભારત ઉપરાંત વિદેશના લોકોને પણ ગમે છે. કેટલાંય એવા લોકો છે જેમને આવી વસ્તુઓ એકઠી કરવી રસપ્રદ લાગતી હોય છે. તે માટે તેઓ ગમે તેટલી કિંમત ચૂકવવા તૈયાર થઇ જતાં હોય છે. અહીં વાત કરીએ એક એવા ભારતીય ચલણની કે જેને વેચીને લોકો ઘરેબેઠા જ લાખો રૂપિયા કમાઇ રહ્યાં છે.
મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે હાલમાં માત્ર 5 રૂપિયનો સિક્કો 10 લાખમાં વેચાયો હતો. તમારી પાસે પણ જો આ યુનિક આઇટમ હોય તો તમે પણ કમાણીનો અવસર પ્રાપ્ત કરી શકો છો.
તમારી પિગી બેંક અથવા લોકરમાં જૂના 5 અને 10 રૂપિયાના સિક્કાઓ તો હશે જ, આ સિક્કા ભલે અત્યારે ચલણમાં ન હોય પરંતુ તેનાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. આ જૂની નોટો અને સિક્કા તમારા દાદા અથવા દાદી પાસે પણ હોઈ શકે છે. આ જૂના સિક્કાઓ હવે તમે ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચી શકો છો. આંતરરાષ્ટ્રીય બજારમાં આવી એન્ટિક વસ્તુઓની ખૂબ માંગ છે.
આ સિક્કો બનાવશે કરોડપતિ
અત્યારે એવી ઘણી વેબસાઈટ છે જ્યાં જૂની નોટો અને સિક્કા વેચાય છે. અહીં તમે સિક્કા વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો. તમારે 10 કે 5 રૂપિયાનો સિક્કો જોઈએ, જેના પર વૈષ્ણો માતાનું ચિત્ર બનેલું છે. જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીના 5 અને 10 મૂલ્યના સિક્કા છે તો તમે તેને વેચીને પૈસા કમાઈ શકો છો. આ સિક્કા 2002માં જારી કરવામાં આવ્યા હતા. આ સિક્કાઓને હરાજીમાં વેચીને તમે 10 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.
ખાસ સિક્કો
તમને જણાવી દઈએ કે જો તમારી પાસે વૈષ્ણો દેવીના ફોટોવાળો સિક્કો છે તો હિંદુ ધર્મમાં આ સિક્કાને ખૂબ જ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તેને ભગવાનનો મહિમા માનવામાં આવે છે. આ સિક્કાની પૂજા કરવામાં આવે છે. ઘણા લોકો તેને માતાના આશીર્વાદ માનીને પોતાના પર્સમાં રાખે છે.
આ રીતે કરી શકાશે વેચાણ
આ સિકકો વેચવા તમારે ક્યાંય બહાર જવાની જરૂર રહેશે નહિ કારણ કે તેને ઓનલાઇન વેચવામાં આવે છે. વેબસાઇટ દ્વારા આ વેચાણ કરી શકાય છે. તેને ઓનલાઇન વેચવા માટેની વેબસાઇટ છે ઈન્ડિયામાર્ટ. આ ઉપરાંત પણ ઘણી બધી એવી વેબસાઇટો છે જે જૂની વસ્તુઓની લે-વેચ કરે છે. હવે, જો તમારે વેચાણ કરવું છે તો સૌપ્રથમ સિક્કાનો ફોટો લો ત્યારબાદ, તમે વિક્રેતા તરીકે વેબસાઇટ પર તમારી નોંધણી કરી અને ફોટો અપલોડ કરો. બસ આટલું કર્યા બાદ જે લોકો સિક્કા ખરીદવામાં રસ ધરાવતા હશે તેઓ તમારો સીધો સંપર્ક કરશે. આ પછી, તમે વાટાઘાટો દ્વારા તેમની કિંમત નક્કી કરી, તેને વેચી શકો છો અને ખૂબ કમાણી કરી શકો છો.