OMG! આ 8 રૂપિયાના સ્ટોકે 1 લાખના બનાવી દીધા 67 લાખ

OMG! આ 8 રૂપિયાના સ્ટોકે 1 લાખના બનાવી દીધા 67 લાખ

શેરબજાર એટલે એવું બજાર કે જ્યાં સ્ટોકમાં દરરોજ ઉતાર-ચડાવ થતા રહે છે. આ તેજી-મંદીની હરિફાઈમાં અમુક સ્ટોક એવા પણ છે જેણે ભારતીય શેરબજારમાં તેનું નામ બનાવી લીધું છે અને એમાં પણ જો પેની સ્ટોકના શાનદાર વળતર વિશે સાંભળીએ તો આપણને અચંબો થાય. આજે આપણે એક એવા જ પેની સ્ટોકની વાત કરીશું જે છેલ્લા એક વર્ષમાં મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે.

તો આ વાત છે HCP Plastene Bulk Pack Ltd ની કે જે એક પેની સ્ટોક છે. પેની સ્ટોક એટલે એવો સ્ટોક કે જેમાં રોકાણ કરવામાં વધારે જોખમ છે. ક્યારેક આ સ્ટોક તમને માલામાલ બનાવે છે તો ક્યારેક તે ભારે નુક્શાન પણ કરાવે છે. તેથી જ લોકો ખૂબ સતર્કતાપૂર્વક પેની સ્ટોકમાં રોકાણ કરે છે. પરંતુ આપણે જે પેની સ્ટોકની વાત કરી રહ્યા છીએ તેણે છેલ્લા 11 મહિનામાં રોકાણકારોને શાનદાર વળતર આપી સમૃદ્ધ બનાવ્યા છે. આ શેર એ રોકાણકારોને લગભગ 6,643.34 ટકા વળતર આપ્યું છે.

રોકાણકારોને વળતર 
HCP Plastene Bulkpack Ltd શેરે માત્ર 11 મહિનામાં રોકાણકારોને અમીર બનાવી દીધા છે. તેની કિંમત BSE પર 26 માર્ચ 2021ના રોજ 8.26 રૂપિયા હતી, જે 25 જાન્યુઆરી 2022ના રોજ રૂપિયા 557 પર પહોંચી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન, આ શેરે તેના શેરધારકોને લગભગ 6,643.34 ટકા વળતર આપ્યું છે. જો છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો, આ સ્ટોક 28 જુલાઈ 2021ના રોજ રૂ. 88.35 હતો જે વધીને રૂ. 557 થયો છે, જે દરમિયાન એમ કહી શકાય કે આ શેરે 530.45% વળતર આપ્યું છે.

આટલું મળ્યું રિટર્ન
HCP Plastene Bulkpack Ltd શેરમાં જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા 67.43 લાખમાં ફેરવાઈ ગયા હોત. જ્યારે આ 6 મહિના પહેલા, જો કોઈ રોકાણકારે આ સ્ટોકમાં 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેના 1 લાખ આજે 6.30 લાખ થઈ ગયા હોત.