ભારતમાં ઘણી એવી વેબસાઈટ છે જે તમને જૂના સિક્કાને વેંચવામાં મદદ કરી શકે છે. આ વેબસાઈટ પર તમે જૂના સિક્કાનો ફોટો મૂકીને ડિલ કરી શકો છો. તેની કિંમત પણ સારી મળી રહી છે. જો તમને પણ જૂના સિક્કા કલેક્ટ કરવાનો શોખ હોય તો તમારી પાસે લાખોપતિ બનવાનો સારો મોકો છે.
ઘણા એવા લોકો છે જેમના ઘરમાં તમને આજે પણ એવી એન્ટિક વસ્તુઓ મળી જશે જે તમે પહેલા ક્યારેય નહીં જોય હોય. તેથી હાલમાં તમારા માટે સુવર્ણ તક છે કે તમે જૂના સિક્કા અને નોટને વેચીને મોટી કમાણી કરી શકો છો. હાલમાં ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ આવી જૂની ચિજોની બહુ માગ છે, તેથી તમને તમારા સિક્કાના બદલામાં માર્કેટમાં સારા ભાવ મળી જશે.
હાલમાં બે રૂપિયાના સિક્કાના બદલે 5 લાખ રૂપિયા આપવામાં આવી રહ્યા છે. પરંતુ તેના માટે કેટલીક શરત છે આ સિક્કો 1994, 1995, 1997 કે 2000 ની સિરીઝનો હોવો જોઈએ. જો તમારી પાસે આ સિક્કો હોય તો તમે મોટી કમાણી કરી શકો છો.
કેવી રીતે વેચશો સિક્કો
- જો તમારી પાસે આ 2 રૂપિયાનો સિક્કો હોય તો તમે તેને OLX પર ઓનલાઈન વેચી શકો છો.
- આ વેબસાઈટ પર આ એન્ટિક સિક્કાને ખરીદવા માટે લોકો લાખો રૂપિયા આપી રહ્યા છે
- સિક્કા વેચવા માટે તમે પહેલા તમારી જાતને Olx પર સેલર તરીકે રજીસ્ટર કરાવો.
- ત્યાર બાદ સિક્કાની બંને બાજુનો ફોટો લઈને સાઈટ પર અપલોડ કરો.
- ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી એન્ટર કરો.
- આ વેબસાઈટ પર તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ખાતરી કરો.
- હવે જે કોઈ આ સિક્કો ખરીદવા માંગે છે તે તમારો સંપર્ક કરશે.
2 રૂપિયાનો સિક્કો 1982માં રજૂ કરવામાં આવ્યો હતો
આ વેબસાઇટ અનુસાર ખરીદનાર તમારો સીધો સંપર્ક કરશે. એના પછી તમારે પૈસા અને ડિલિવરીની શરતો અનુસાર તમારા જૂના સિક્કા વેચી શકો છો. તમને જણાવી દઈએ કે ભારતમાં 2 રૂપિયાનો સિક્કો સૌપ્રથમ 1982માં લાવવામાં આવ્યો હતો. જૂનો 2 રૂપિયા સિક્કો Cupro-Nickel Metal માં બનાવવામાં આવ્યો હતો. દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સિક્કાનું ઉત્પાદન બંધ થઈ ગયું છે, જેના કારણે માર્કેટમાં ભાવ ઉંચકાયા છે.